દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે (સોમવારે) ‘મેક ઈન્ડિયા નંબર 1’ અભિયાનની જાહેરાત કરી છે. આ અભિયાન હેઠળ અરવિંદ કેજરીવાલ દેશના ખૂણે ખૂણે જશે. સીએમ કેજરીવાલ બુધવાર એટલે કે 7 સપ્ટેમ્બરથી તેમના જન્મસ્થળ હિસારથી મેક ઈન્ડિયા નંબર 1 અભિયાનની શરૂઆત કરશે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આપણે સાથે મળીને ભારતને વિશ્વનો નંબર-1 દેશ બનાવવો છે. આપણે દરેક દેશવાસીને આ અભિયાન સાથે જોડવાનું છે. હું આ યાત્રા બુધવારથી હરિયાણામાં મારા જન્મસ્થળ હિસારથી શરૂ કરવા જઈ રહ્યો છું.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- અમારું સપનું ભારત નંબર વન