નવી દિલ્હી : લક્ઝરી કાર કંપની ઓડીએ એસયુવી ક્યૂ 5 (Q5) અને ક્યૂ 7 (Q7) વાહનોના ભાવમાં 6.02 લાખનો ઘટાડો કર્યો છે. ભારતમાં આ મોડેલોના વેચાણના 10 વર્ષ પૂરા થયા પછી, કંપનીએ શુક્રવારથી મર્યાદિત સમય માટે ડિસ્કાઉન્ટની ઓફર કરવાનું શરૂ કર્યું. સ્ટોક ચાલે ત્યાં સુધી આ ચાલુ રહેશે. ઓડીએ 2009 માં ભારતમાં Q5 અને Q7 લોન્ચ કરી હતી.
મોડેલ – પ્રથમ ભાવ (રૂપિયા) – હવે ભાવ (રૂપિયા) – લાભ (રૂપિયા)
ક્યૂ 5 (પેટ્રોલ, ડીઝલ) – 55.8 લાખ – 49.99 લાખ – 5.81 લાખ
ક્યૂ 7 (પેટ્રોલ) – 73.82 લાખ – 68.99 લાખ – 4.83 લાખ
ક્યૂ 7 (ડીઝલ) – 78.01 લાખ – 71.99 લાખ – 6.02 લાખ
ઓડી ઇન્ડિયાના હેડ બલબીરસિંહ ઢીલ્લને જણાવ્યું હતું કે, ક્યૂ 5 અને ક્યૂ 7 વાહનો લોન્ચ થયા પછીથી પ્રખ્યાત બન્યા છે. આનાથી ઓડી ભારતમાં સફળ થઈ. અમે ગ્રાહકોને ઈનામ આપવા માગીએ છીએ. ક્યૂ-મોડેલોના ભાવ ઘટાડવાથી લક્ઝરી પસંદગીના ગ્રાહકો સુધી તેમની પહોંચમાં વધારો થશે.