શું ક્યારેય એવું શક્ય છે કે કોઇ મહિલા ગર્ભવતી હોય અને તે વાતની જાણ તેને તે સમયે થાય જ્યારે બાળકનો જન્મ થાય? શું કોઈ મહિલા માતૃત્વ ધારણ કર્યા વિના જ બાળકને જન્મ આપી શકે છે? તમને સાંભળીને ચોકક્સ નવાઈ લાગશે, પરંતુ એક મહિલા સાથે કંઈક આવું જ બન્યું છે. ઓસ્ટ્રેલિયાની એક મૉડલ એરિન લેન્ગમેડને બાળકનો જન્મ આપ્યા બાદ જાણ થઇ કે, તે ખરેખર પ્રેગ્નેન્ટ હતી. લેન્ગમેન્ડે બાથરૂમમાં જ બાળકને જન્મ આપી દીધો.
નવાઈની વાત એ છે કે, પ્રેગ્નેન્સીના 37માં અઠવાડિયામાં પણ આ મૉડેલના શરીરમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નહતું આવ્યું. 23 વર્ષની આ મૉડલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સેલ્ફી શેર કરતી રહે છે. એરિન લેન્ગમેડે જણાવ્યું કે, તેને ના તો બેબી બમ્પ હતો કે ના કોઈ પ્રકારની મોર્નિંગ સિકનેસ હતી. તેણે જણાવ્યું કે, તે કોન્ટ્રાસેપ્ટિવ લેતી હતી અને તેના તમામ કપડાં તેને ફિટ બેસતા હતા.
એક પોસ્ટ મારફતે લેન્ગમેડે પોતાના ફોલોઅર્સને આ વાતની જાણકારી આપી. તેણે સોશિયલ મીડિયા પર પોતાના પાર્ટનર અને પોતાની વ્હાલી પુત્રી સાથે એક ફોટો શેર કર્યો. જેનું કેપ્શન હતું, અમારા જીવનનો સૌથી આકરો સપ્તાહ. લેન્ગમેડે જે કહાની શેર કરી, એવા પ્રકારના કેસો ખૂબ ઓછા સામે આવે છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારની પ્રેગ્નેન્સી સ્ટેલ્થ અથવા ક્રિપ્ટિક પ્રેગ્નેન્સી કહેવાય છે. એટલ કે, એવી પ્રેગ્નેન્સી જે ખૂબ જ છાની રીતે ચાલે છે.
એક સ્ટડી પ્રમાણે, 2500માંથી લગભગ 1 મહિલા એવી હોય છે, જેને ત્યાં સુધી પોતાની પ્રેગ્નેન્સીનો અનુભવ નથી થતો, જ્યાં સુધી તે બાળકને જન્મ નથી આપતી. આ ઉપરાંત 475માંથી એક મહિલા એવી હોય છે, જેને ગર્ભાવસ્થાના 20 સપ્તાહ સુધી પોતાની પ્રેગ્નેન્સી વિશે જાણવા નથી મળતું.
જો કે આવું કેમ છે? આ વિષય પર ઓછા રિસર્ચ થયા છે અને ડોક્ટર્સ પર હજુ સુધી આ કોયડાનો ઉકેલ નથી શોધી શક્યા. ફ્લોરિડામાં રહેતી ગાયનેકોલૉજિસ્ટ ક્રિસ્ટીન ગ્રેવ્સે જણાવ્યું કે, મોટાભાગના લોકો લેન્ગમેડના કેસને સમજી નથી શક્યા. ખાસ કરીને તેની બોડી ટાઈપને લઈને. જો કે તેનાની એક વાત સાબિત થાય છે કે, સૌના શરીરની બનાવટ એક જેવી નથી હોતી. ઓસ્ટ્રેલિયન મીડિયા અમુસાર, લેન્ગમેડે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. જેનું વજન 8 પાઉન્ડ હતું. લેન્ગમેડની પ્રસુતિ પીડા પણ ટૂંક સમય માટે રહી હતી.જો કે, જ્યારે પ્રસુતિ પીડા ઉપડી, તે લેન્ગમેડ અને તેના પાર્ટનર ડૈન કાર્ટી બન્ને માટે કપરો સમય હતો.
આ અંગે ડૈન કાર્ટીએ જણાવ્યું કે, કેવી રીતે તે લેન્ગમેડની ચીસો સાંભળીને બાથરૂમ તરફ ભાગ્યો હતો? જ્યાં તેણે ન્યૂબોર્ન બેબીને જોઈને તે ગભરાઈ ગયો. કાર્ટીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેની પાર્ટનર કેટલા મહિનાથી પ્રેગ્નેન્ટ હતી? તો તેણે જણાવ્યું કે, તેને ખ્યાલ જ નહતો કે, લેન્ગમેડ પ્રેગ્નેન્ટ છે. જો કે માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. સ્ટેલ્થ પ્રેગ્નેન્સી છેલ્લા ઘણાં સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. આ વિષય પર પશ્ચિમના દેશોમાં અનેક ટીવી પ્રોગ્રામ પણ બન્યા છે. આવો જ એક કિસ્સો 2015માં પણ સામે આવ્યો હતો. જ્યારે લેન્ગમેડની જેમ 23 વર્ષની કેથરિન ક્રોપ્સે પણ 10 પાઉન્ડની સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. મહત્વનું છે કે, લેન્ગમેન્ડની જેમ કૈથરિન ક્રોપ્સ પણ કોન્ટ્રાસેપ્ટિવ લેતી હતી અને તેને પિરિયડ પણ આવતા હતા. પગમાં થોડા સોજા સિવાય કેથરિનમાં પણ પ્રેગ્નેન્સીના કોઈ અન્ય લક્ષણ જોવા મળ્યા ન હતાં.