ન્યુ દિલ્હીમાં 14મા ઓટો એક્સ્પો 2018ની શરૂઆત 7થી 14 ફેબ્રુઆરીએ થઈ રહી છે,જેમાં 7 અને 8 ફેબ્રુઆરી મીડિયા માટે છે, આ બે દિવસમાં મોટાભાગની મોટર કંપનીઓ તેમની નવીનતમ પ્રોડક્ટ્સને મીડિયા સમક્ષ રજૂ કરશે. ઓટો એક્સ્પો 2018 9થી 14 ફેબ્રુઆરી સુધી સામાન્ય જનતા માટે ખુલ્લો રહેશે.
એક્સપો માર્ટ તરફથી આ શોમાં 70 હજારથી 1 લાખ લોકો દરરોજ આવશે અને 40 હજાર વાહન દરરોજ વેચાશે તેવી શક્યતા છે.
દિલ્હી અાયોજીત અા એક્સ્પોમાં સી.એમ. યોગી અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 14મા ઓટો એક્સ્પો 2018નો પ્રારંભ કરાવશે.જોકે, આયોજકોએ અત્યાર સુધીમાં તેની ઔપચારિક જાહેરાત કરી નથી.