નવી દિલ્હી : જો બધુ બરાબર થઈ જાય, તો ડિસેમ્બરના અંત સુધીમાં, હ્યુન્ડાઇની કાર Venue 1 લાખ બુકિંગની પાર પહોંચી શકે છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા (એચએમઆઈએલ) એ જારી કરેલા નિવેદનમાં આ દાવો કરવામાં આવ્યો છે. કંપનીના નિવેદન મુજબ આ કારને ભારતમાં લોન્ચ થયા બાદ જ મોટો પ્રતિસાદ મળ્યો છે. અમને જણાવી દઈએ કે આ કારનું વેચાણ ભારતમાં મે 2019 માં શરૂ થયું હતું. એટલે કે હ્યુન્ડાઇ Venueનું 1 લાખ બુકિંગ ફક્ત 7 મહિનામાં થઈ જશે.
સફળતા અંગે ટિપ્પણી કરતાં કંપનીના એમડી એસ.એસ. કિમે જણાવ્યું હતું કે, હ્યુન્ડાઇ વેન્યુ ભારત અને વૈશ્વિક બજારોમાં કાર ગ્રાહકોની પહેલી પસંદ બની છે. આ વર્ષે મે અને નવેમ્બરની વચ્ચે, ભારતમાં 90,000 થી વધુ બુકિંગ નોંધાયા છે. Venueના 22,000 કસ્ટમરે બ્લુ લિંક કનેક્ટેડ ટેક્નોલોજી વેરિએન્ટને પસંદ કર્યું છે, જે ગ્રાહકોનો હ્યુન્ડાઇ તકનીકમાં વિશ્વાસ દર્શાવે છે. હ્યુન્ડાઇ વર્ષ 2020 માં નવા ઉત્પાદનો સાથે આ ગતિ ચાલુ રાખવાનું વચન આપે છે. ”
મેડ ઇન ઈન્ડિયા Venueની માંગ!
હ્યુન્ડાઇના મતે વિદેશમાં મેડ ઇન ઈન્ડિયા વેન્યુની માંગ વધી છે. આ જ કારણ છે કે 2 ડિસેમ્બરે હ્યુન્ડાઇ Venue દક્ષિણ આફ્રિકામાં લોન્ચ થવા જઇ રહ્યું છે. આ માટે ચેન્નાઈ બંદરથી 1400 વેન્યુ કાર દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવી છે. નોંધનીય છે કે, હ્યુન્ડાઇ Venueની ભારતમાંથી નેપાળ, ભૂટાન, મોરેશિયસ, સેસેલ પણ નિકાસ કરવામાં આવે છે.