નવી દિલ્હી: ભારતીય રેસલર બબીતા ફોગાટના ઘરે નાનકડું મહેમાન આવવા જઇ રહ્યું રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આ સારા સમાચાર આપ્યા છે. બબીતાએ પતિ વિવેક સુહાગ સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં તેનું બેબી બમ્પ દેખાય છે. બબીતાએ 2014 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેણે રેસલર વિવેક સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પણ ચર્ચામાં હતા. તેણે તેના લગ્નજીવનમાં આઠ ફેરા લીધા હતા.
ફોટો શેર કરીને લખ્યો ક્યૂટ સંદેશ
બબીતા ફોગાટે પોતાના પતિ સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં તે લાઇટ પિંક ડ્રેસમાં બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. તેણે ફોટો સાથે એક મનોહર સંદેશ પણ લખ્યો છે. “તમારી પત્ની તરીકે વિતાવેલી દરેક ક્ષણમાં મેં અનુભવ કર્યો છે કે હું કેટલી ભાગ્યશાળી છું. તમે મારી ખુશી છો તમે મને પૂર્ણ કરો છો, હું મારા જીવનમાં આ નવો અધ્યાય શરૂ કરવા માટે ઉત્સાહિત છું અને આતુરતાથી તેની રાહ જોઉ છું. ”
ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતાની સાથે જ લોકોએ બબીતા અને વિવેકને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં લગભગ 40 હજાર લોકોને તેની પોસ્ટ ગમી છે. અનેક રમતગમતની હસ્તીઓએ પણ શુભેચ્છાઓ પાઠવી છે. બબીતા ફોગાટની બહેન ગીતા ફોગાટ પણ આંતરરાષ્ટ્રીય રેસલર છે. બોલિવૂડમાં ‘દંગલ’ ફિલ્મ આ બંને ઉપર બની હતી.
આ રીતે બબીતા અને વિવેક મળ્યા
બબીતા ફોગાટ અને વિવેક સુહાગ બંને રેસલર છે. તેમની પ્રથમ મુલાકાત 2014માં થઇ હતી. તે હરિયાણાના સોનીપતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાંઇ) સેન્ટરમાં થઇ હતી. બંને રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લેવા આવ્યા હતા. પહેલી મીટિંગમાં બંને એકબીજાથી ખૂબ પ્રભાવિત થયા હતા. ધીરે ધીરે બંનેની નિકટતા વધતી ગઈ અને 2019 માં બંનેનાં લગ્ન થયાં.