મુંબઈ : કોરોનાએ મહારાષ્ટ્રના વાલુજમાં આવેલા બજાજ ઓટોના પ્લાન્ટ પર કહેર સર્જ્યો છે. અત્યાર સુધીમાં 250 થી વધુ કર્મચારીઓ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હાઈપર ટેન્શન અને ડાયાબિટીસની ફરિયાદ કરનાર બે કર્મચારીઓ, કોરોનાની પકડને કારણે મૃત્યુ પામ્યા હતા.
ખરેખર, બજાજ ઓટોના આ પ્લાન્ટમાં 8000થી વધુ કામદારો કામ કરે છે. ગયા મહિનાના છેલ્લા અઠવાડિયામાં, આ પ્લાન્ટમાં કોરોના દર્દીઓની સંખ્યા આશરે 140 હતી, જે હવે વધીને 250 ની ઉપર પહોંચી ગઈ છે. જે બાદ ઓટો યુનિયન દ્વારા પ્લાન્ટ બંધ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
પ્લાન્ટ બંધ કરવાની માંગ
યુનિયનનું કહેવું છે કે પશ્ચિમ મહારાષ્ટ્રમાં આ પ્લાન્ટમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. પરંતુ મેનેજમેન્ટ કર્મચારીઓને સતત ઓર્ડર આપી રહી છે. યુનિયન અનુસાર કંપનીએ આ અઠવાડિયે કર્મચારીઓને લખેલા એક પત્રમાં કહ્યું છે કે, જેઓ કામ પર નહીં આવે તેમને ચૂકવણી કરવામાં આવશે નહીં. આ મેનેજમેન્ટના આદેશ બાદ કર્મચારીઓને પ્લાન્ટમાં આવવાની ફરજ પડે છે.