ભારતીય બાઈક માર્કેટમાં નવી પલ્સર 250નો સીધો મુકાબલો યમાહાના FZ25 થી થશે આ બાઇકમાં 24 9 સીસીનું એન્જિન છે જે 20.9PS નો પાવર અને 20 એનએમનું ટોર્ક આપેલ છે.બાઇકના ફ્રન્ટ ટાયરમાં 282 મીમી ડિસ્ક બ્રેક લાગેલ છે જ્યારે તેના રિયર ટાયરમાં 220 એમએમ ડિસ્ક બ્રેક મુકવામાં આવે છે. જેથી રાઇડરને વધુ સારી બ્રેક મળી શકે. બાઈકનું વજન 148 કિલો છે.
ભારતમાં આ બાઇકને આગામી વર્ષે લાવવામાં આવશે, જો વાત તેના ફિચર્સની કરવામાં અાવે તો એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ફ્યૂઅલ ઇન્જેક્શન, મૉનોશોક જેવા ફિચર્સ જોઈ શકાશે.તેની ડિઝાઇનને યુથના હિસાબથી તૈયાર કરવામાં આવે છે, બાઈક ફુલ ફેયર્ડ બોડીમાં આવશે.Yamaha FZ 25 કિંમત 1.19 લાખ છે.