આજે મોડી રાત્રે દમણમાં એક કાર ધસમસતી આવીને સીધી બેન્ક ઓફ મહારાષ્ટ્રનું શટર તોડી ઘૂસી ગઈ હતી અને ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો બેન્કની અંદર અને બહાર એકત્ર થઈ જવા પામ્યા હતા.
વિગતો મુજબ દમણના મેઈન રોડ પર આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રની શાખામાં સ્વીફ્ટ કાર નંબર ડીડી-03 કે-2638 સીધું શટર અને જાળીઓનો ખુરદો બોલાવતી ધસી આવી હતી અને બેન્કમાં કાઉન્ટર સુધી પહોંચી ગઈ હતી.
કારમાંથી બે વ્યક્તિ બહાર નીકળી હતી અને કારને બેન્કના કાઉન્ટર સુધી આડેધડ હંકારીને અટકાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને બેન્કના અધિકારીઓ પણ બેન્ક પર દોડી આવ્યા હતા.
કારમાંથી બે વ્યક્તિ બહાર નીકળી હતી અને કારને બેન્કના કાઉન્ટર સુધી આડેધડ હંકારીને અટકાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને બેન્કના અધિકારીઓ પણ બેન્ક પર દોડી આવ્યા હતા.