ઓગસ્ટ મહિનો પૂર્ણ થવાને આરે છે ત્યારે હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઇ રહી છે. સપ્ટેમ્બરમાં જો તમે બેન્કના કામકાજ માટે પ્લાનિંગ કરી રહ્યાં હોય તો પહેલા રજાની યાદી ચોક્કસપણે વાંચી જજો બાકી ધક્કો ખાવાનો વારો આવશે. તમે આ રજાઓની યાદી જોઇને જ બેન્કના કામકાજનું પ્લાનિંગ કરી શકો છો. તમે તમારી જરૂરિયાતને અનુસાર ઘરે બેસીને નેટ બેન્કિંગનું કામકાજ પતાવી શકો છો.સપ્ટેમ્બર મહિનામાં કુલ 13 દિવસ બેન્ક બંધ રહેશેઅનેકવાર લોકોને મહિનામાં કેટલા દિવસો સુધી બેંક બંધ રહેશે તેની જાણકારી હોતી નથી. જાણકારીના અભાવમાં બેન્ક પહોંચી જાય છે અને ત્યારબાદ બેન્ક બંધ હોવાથી નિરાશ થઇને પાછા જાય છે. જો કે તમે પણ પહેલાથી જ રજાઓની યાદી વાંચીને એ રીતે કામનું યોજના બનાવી શકો છો.
ઓગસ્ટ મહિનાથી તહેવારોની મોસમ શરૂ થતી હોવાથી સપ્ટેમ્બરમાં પણ અનેક તહેવારો આવે છે. જેમાં વિશ્વકર્મા પૂજાા, ઓણમ, નવરાત્રિ સ્થાપના વગેરે જેવા અનેક તહેવારોને કારણે બેન્ક અલગ અલગ રાજ્યોમાં 13 દિવસ બંધ રહેશે. તમે પણ અહીં રજાઓની યાદી વાંચીને કામની યોજના બનાવો.સપ્ટેમ્બર 2022માં બેન્ક હોલિડેની યાદી1 સપ્ટેમ્બર – ગણેશ ચતુર્થી4 સપ્ટેમ્બર – રવિવાર6 સપ્ટેમ્બર – વિશ્વકર્મા પૂજા (રાંચીમાં રજા)7 સપ્ટેમ્બર – પહેલી ઓણમ (કોચી અને તિરુવનંતપુરમમાં રજા)8 સપ્ટેમ્બર – થિરુ ઓણમ (કોચી અને તિરુવનંતપુરમમાં રજા)9 સપ્ટેમ્બર – ઇન્દ્રજાત્રા (ગંગટોકમાં બેંક બંધ)10 સપ્ટેમ્બર – શનિવાર (બીજો શનિવારા)11 સપ્ટેમ્બર – રવિવાર18 સપ્ટેમ્બર – રવિવાર21 સપ્ટેમ્બર – શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ (કોચી અને તિરુવનંતપુરમમાં રજા)24 સપ્ટેમ્બર – શનિવાર (ચોથો શનિવાર)25 સપ્ટેમ્બર – રવિવાર26 સપ્ટેમ્બર – નવરાત્રિ સ્થાપનાજણાવી દઇએ કે ભારતીય રિઝર્વ લોકોની સુવિધા માટે દર મહિને બેંક હોલિડે લિસ્ટ જાહેર કરે છે. તમે બેન્કની સત્તાવાર વેબસાઇટ પરથી આ લિસ્ટ જોઇ શકો છો.