ગણપતિ બાપાને આવામાં બસ હવે ગળતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે છેલ્લા બે વર્ષથી અટકી પડેલી આ ઉજવણી કોરોના ના કાળા કાળ પછી આ વખતે વિધિ વત પ્રમાણે શરુ થઇ છે જ્યાં લોકો મોટી સંખ્યામાં હર્ષો ઉલ્લાસથી આ આયોજન કરી રહ્યા છે અને શ્રીજી ના આગમનમાં જોડાઈ રહ્યા છે
ગણપતિ મહોત્સવ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં દરેક જગાએ ગણપતિ બાપાના મહોત્સવની રોનક દેખાઈ રહી છે. જ્યાં લોકોએ અત્યારથી જ ગણપતિજીની શોભાયાત્રાઓ પણ કાઢવાની શરૂઆત કરી દીધી છે, તો બીજી તરફ ગણપતિજી ના શૃંગારમાં આ વખતે અલગ અલગ પાઘડીઓ જાને મહત્વની આકર્ષણ જમાવ્યું છે.જ્યાં આ પાઘડીઓ માં રાજાશાહી ઠાઠ થી લઈ મરાઠાઓનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. જ્યાં અલગ અલગ પ્રકારની પાઘડીઓ હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમાં સાફા, લોકમાન્ય તિલક પાઘડી. બાજીરાવ પાઘડી, રાજાશાહી, મહારાષ્ટ્રિયન, ક્રિષ્ના પાઘડી, રંગીલા પાઘડી,ડગડું શેઠ પાઘડીનો સમાવેશ થાય છે.આ પાઘડી ની કિંમત અંદાજે 300 થી 3000 રૂપિયા સુધી હોય છે. જ્યાં સમગ્ર સાઉથ ગુજરાત સહિત અંકલેશ્વર, ભાવનગર થી પણ લોકો ખાસ આ પાઘડી તૈયાર કરાવવા આવી રહ્યા છે.