ભારતની અગ્રણી જનરલ ઈંશ્યોરન્સ કંપનીઓમાંની એક રિલાયંસ જનરલ ઈંશ્યોરંસે પોલિસીબાજારમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાની સૌથી નીચલા અને લોકપ્રિય પ્રોડક્ટમાંથી એક એવી રિલાયંસ હેલ્થ ગેન પોલિસી લોન્ચ કરી છે. કંપનીએ સોમવારે તેને લઈને જાહેરાત કરી હતી.
પોલિસી સાથે જોડાયેલ છે 38 ખાલ ફીચર્સઆ પોલીસીમાં ત્રણ અલગ અલગ પ્લાન, પાવર અને પ્રાઈસમાં મળે છે અને દરેક કસ્ટમર માટે પોલિસીને કસ્ટમાઈઝની સગવડ જેવા કેટલાય ફીચર્સ આપવામાં આવ્યા છે.પોલીસીમાં ડબલ કવર જે એક જ ક્લેમ દરમિયાન ઉઇપોગ માટે સમ ઈંશ્યોર્ડની રકમને બે વાર અપાવે છે, એક જ પોલિસી ઈયર દરમિયાન અનલિમિટેડ, ગેરેન્ટેડ બોનસ અથવા પ્રથમ બે હાલની બિમારીઓ માટે વેઈટિંગ પીરિયડ ત્રણથી ઘટાડીને બે અથવા એક વર્ષ કરવા જેવા 38 ફીચર્સ આપેલા છે.
શું વીમાની રકમ રિઈન્વસ્ટમેંટ છેવીમાની રકમ રીઈન્વેસ્ટમેંટ કરવાનો અર્થ એ છે કે જ્યારે તમે તમારું સંપૂર્ણ સમ એશ્યોર્ડ અને ક્યુમ્યુલેટિવ બોનસ ખતમ કરી લો અને હજુ પણ કોઈપણ બીમારી માટે હોસ્પિટલમાં દાખલ થવા માગો છો, ત્યારે કંપની વીમાની રકમ મફતમાં રિફિલ કરે છે.નોન-લાઇફ ઇન્શ્યોરન્સની પહોંચમાં ભારત ઘણું પાછળ છેરિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સના સીઈઓ રાકેશ જૈને જણાવ્યું હતું કે, ભારતમાં નોન-લાઈફ ઈન્સ્યોરન્સનો પ્રવેશ જીડીપીના 1 ટકા છે, જે વૈશ્વિક સરેરાશ 4.1 ટકા કરતા નોંધપાત્ર રીતે ઓછો છે.
ભારતમાં વિશાળ ગ્રાહક આધાર ધરાવતી ફિનટેક ઇકોસિસ્ટમ આ વીમા વિનાની વસ્તી સુધી પહોંચવાની તક પૂરી પાડે છે.પોલીસીબજાર પર રિલાયન્સ હેલ્થ ગેઈન પોલિસીની રજૂઆત સાથે, અમે અમારી સ્વાસ્થ્ય વીમા પ્રોડક્ટને મોટી વસ્તી સુધી લઈ જઈ શકીશું.પોલિસીબજારના સીઈઓ, સર્વવીર સિંઘે જણાવ્યું હતું કે, આ સ્વાસ્થ્ય વીમા બજારમાં એક અનોખી અને સમયસરની પ્રોડક્ટ છે. તે 2 લોકોના નાના પરિવાર અને 12 લોકો સુધીના મોટા પરિવારને અસરકારક રીતે સેવા આપી શકશે.