જુઓ વેજલપુર બેઠકની શું છે પરિસ્થતિ …..
અમદાવાદ શહેરના છેવાડાના વેજલપુર વિધાનસભાની બેઠકમાં ૭૫ હજાર જેટલા મુસ્લીમ મતદારો છે પરંતુ અગાઉ કરાયેલા સીમાંકનોમાં જે પ્રકારે ગોઠવણ કરાઈ છે તે જોતાં આટલા બધા મુસ્લીમ મતો હોવા છતાં આ બેઠક કબજે કરવી કોંગ્રેસ માટે દીવા સ્વપ્ન રૂપ બાબત બની ગઈ છે
હાલ ભાજપના કિશોરભાઈ ચૌહણ આ બેઠક પર ધારાસભ્ય તરીકે વિરાજમાન છે આ બેઠક પર અગાઉ અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહે ઉમેદવારી નોધાવી હતી અને તેમની ટીકીટ લગભગ ફાઈનલ થઈ ગઈ હતી.
પરંતુ સ્થાનિક પ્રજામાંથી ભારે વિરોધ થવાના કારણે ભાજપે અમિત શાહને ટીકીટ આપી ન હતી જેના કારણે કિશોરભાઈ ચૌહાણને એકાએક લોટરી લાગી હતી અને તેઓ ૨૦૧૨માં અહીંથી ધારાસભ્ય બની ગયા હતા.
એ કે આ બેઠક પર ગુજરાતમાં યોગી બનવા માંગતા સરખેજ ભારતી આશ્રમના ભારતીબાપુનો પણ દાવો રહેલો છે અને પાર્ટી પર આડક્તરું દબાણ પણ કરવામાં આવી રહ્યું છે આ બેઠક પર ધર્મગુરુને જ ટીકીટ આપવી જોઈએ આ બેઠક ઉપરાંત ૪૫ હજાર બ્રાહ્મણ મતદારો છે તેની સાથે સાથે છેક જોધપુર સુધીનો વિસ્તાર તેમાં આવરી લેવામાં આવ્યો છે હિન્દુ મતદારોની સંખ્યાનું પ્રમાણ ઘણું મોટું છે
ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર દાવેદારોની સંખ્યા પણ ઘણી મોટી છે ભાજપના લગભગ ૧૨ જેટલા દાવેદારો અહી મેદાનમાં છે બીજી તરફ કોંગ્રેસ પણ આ બેઠક કોઇપણ ભોગે મેળવવા માટે પ્રયત્નશીલ છે કોંગ્રેસમાં અહીંથી લડવા માટે મુસ્લીમ દાવેદારો પણ તત્પર છે પરંતુ ૭૫ હજાર મુસ્લીમ મતદારો હોવા છતાં પણ કોંગ્રેસ આ બેઠક પર કોઈ મુસ્લીમ ઉમેદવારને ટીકીટ આપવાના મૂડમાં નથી જો તેમ કરવામાં આવે તો અન્ય તમામ મત કોંગ્રેસને ગુમાવવા પડે તેથી કોંગ્રેસ આ બેઠક માટે તેલ જુએ તેલની ધાર જુવે ની નીતિ અપનાવવા માંગે છે