સમગ્ર દેશમાં હાલ 21 દિવસનો લોકડાઉન ચાલી રહ્યું છે આ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ભરૂચ 108માં નોકરી કરતા પાયલોટ મુનાફ પટેલ 108 એમ્બ્યુલન્સ ચલાવે છે મુનાફના ના પિતા હાલ બીમાર હોઈ ઘરમાં ઓક્સિજન બોટલ ચાલતો હોય એ છોડીને પોતાના નોકરીનો ફરજ નિભાવતા આવી પરિસ્થિતિમાં રેગ્યુલર નોકરી કરે છે.
મુનાફના પિતા મુસા યુસુફ પટેલની નાદુરસ્ત તબિયત હોવા ના કારણે ઘરે પથારી પર ઓક્સિજન બોટલ ના સહારે છે, સવારે વહેલા ઊઠીને પોતાના પથારીવશ પિતાની સેવા કર્યા બાદ પોતાના નિર્ધારિત સમયે 108 સેવા માટે ઘરેથી નીકળી પડે છે. આખો દિવસ લોકોની સેવા કર્યા બાદ પોતાના ઘરે જઈ પોતાના પિતા માટે થોડા સમય ફાળવી પથારીવશ પિતાની સેવા કરવાનો મોકો મળે છે. આવી પરિસ્થિતિમાં પણ 108 માં ફરજ બજાવતા મુનાફ પટેલ પોતાના ફર્જને મહત્વ આપી દિવસ દરમિયાન પિતાથી દૂર થઈ 108 માં સેવા બજાવી રહ્યા છે.