ભરૂચ શહેરમાં આવેલી એપીએમસી માર્કેટમાં મોટા પ્રમાણમાં લોકડાઉનનો અમલ નો ભંગ થતો હોવાની ફરિયાદના કારણે જિલ્લા કલેકટરના આદેશ પ્રમાણે ગત 7 તારીખે તાત્કાલિક અસર થી એપીએમસી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ આદેશ બાદ વેપારીઓ એમનો પૂરેપૂરો શાકભાજી અને ફળનો જથ્થો સ્ટોરેજમાંથી બહાર કાઢી ન શકતા મોટી માત્ર માં ગોડાઉનમાં અંદર પડી રહેલો શાકભાજી અને ફળોમાં નુકશાન જવાની ભીતિ સેવી રહ્યા હતા. વ્યાપારીઓ આપવીતી જાણ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમાણ સિંહ રાણા ને થતા, પરિમલ સિંહ રાણા ની આગેવાનીમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ નું ડેલીગેશન વ્યાપારીઓની રજુઆત લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર એમ ડી મોડિયાને મળી વેપારીઓને ગોડાઉન માં પડેલો ફળ અને શાકભાજીનો જથ્થો કાઢી લાવવા માટે વિનંતી કરતા જિલ્લા કલેક્ટરે આદેશ આપી ટૂંકા ગાળામાં એપીએમસી માર્કેટમાંથી બધું શાકભાજી અને ફળ ગોડાઉનમાંથી કાઢી લેવા માટે છૂટ આપી હતી.
પરિણામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા એ કલેકટર નો આભાર વ્યક્ત કર્યો હતો.