સમગ્ર ગુજરાત માં કોરોના ની સ્થિતિ હવે દિનપ્રતિદિન બગડતી જઈ રહી છે ત્યારે વધુ એક ચોંકાવનારા અહેવાલ મળી રહ્યા છે જેમાં ભરૂચના 7000 ની વસ્તી ધરાવતા ઇખર ગામ માં તબલીઘ જમાતના 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાની વાત સામે આવી છે. અને નવાઈ ની વાત તો એ છે કે પોઝીટીવ આવેલા દર્દીઓને કોઈપણ કોરોના ના લક્ષણો જણાયા ન હતા તેમછતાં તેઓ ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે જેથી હાલ માં ઇખર ગામ સહિત 7 કિ.મી.ના વિસ્તારને ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે અને સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાં આવતા આમોદ તાલુકાના ઓરછણ, સુથોદરા, તેલોદ, માતર, દાંડા, દોરા, કોઠી અને કરેણા અને ભરૂચ તાલુકાના કંબોલી, સીમલિયા, કિસનાડ અને પાલેજ ગામની હદને 23 એપ્રિલ સુધી સીલ કરવામાં આવી હોવાના સત્તાવાર અહેવાલો જાણવા મળ્યા છે
ભરૂચમાં કોરોના વાઈરસના 4 કેસ પોઝિટિવ આવ્યા છે. તમિલનાડુના રહેવાસી 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. આ લોકો તમિલનાડુ તબલીઘ જમાતમાંથી આવ્યા હોવાની વાત સામે આવી છે કોરોના પોઝિટિવ આવેલા 4 લોકોનીભરૂચ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંસારવાર હેઠળ છે, જ્યારે 6 લોકોને આમોદમાં ક્વોરન્ટીન કરી દેવાયા છે.
વિગતો મુજબ તમિલનાડુના 10 લોકો અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર ઉતર્યા હતા જ્યાંથી તેઓ 12 થી 17 માર્ચ સુધી ભરૂચ ની મસ્જિદમાં રોકાયા હતા અને ત્યારબાદ ઇખર ગામમાં 22 મી સુધી મસ્જિદ માં રોકાયા હતા. તમિલનાડુથી આવેલા 11 લોકોના સેમ્પલ લઇને લેબમાં મોકલાયા હતા. જમાંથી 4 લોકોના રિપોર્ટ કોઈપણ લક્ષણો વગર પોઝિટિવ આવ્યા છે. જ્યારે 6 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અને તમિલનાડુના આ લોકો જ્યાં જ્યાં ગયા હતા. તે તમામ જગ્યાઓએ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. જે લોકો સંપર્કમાં આવ્યા હતા. તેમની ખાસ તપાસ કરવામાં આવી રહી છે