ભિલાડ શાકભાજી બજાર માં જીવન જરૃરી ખરીદી માટે નિકળતી મહિલાઓ તેમજ શાકભાજી વેચનાર મહિલાઓ ને વિશ્વ હિન્દુ પરિસદ જીલ્લા કાર્યકારી અધ્યક્ષ પિયુષ.એ.શાહ ના આયોજન હેઠળ ભિલાડ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી વૈશાલીબેન કપીલભાઈ જાદવ ના વડપણ હેઠળ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ગરમી માં પણ રાહત મળી શકે એ માટે છત્રીનું વિતરણ કરાયું હતું અને લોકો ને સુરક્ષિત ઘર ની બહાર જરૂરી કામ માટે છત્રી લઈ નિકળવાની સલાહ સાથે સોશિયલ ડિસ્ટન્સ માટે માર્ગદર્શન આપ્યું હતું
જેથી એક છત્રી અને બીજી છત્રી ના કારણે આપોઆપ સોશિયલ ડિસ્ટન્સ થઈ શકે.
જરૃરી કામ માટે ઘરની બહાર નિકળતા લોકો માટે અસુરક્ષિત રહેતા લોકો નું આ ઉદાહરણ સોશ્યલ ડિસ્ટન્સ માટે બહું જ ઉપયોગી સાબિત થઈ શકે છે આમ કોરોના માં સોસિયલ ડિસ્ટનિંગ નો આ પહેલો સરાહનીય પ્રયોગ અહીં જોવા મળ્યો હતો ખરેખર તેનાથી ડિસ્ટનિંગ નો અમલ જોવા મળ્યો હતો.