ભુજના દેશલપર (વાઢાય) પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત. બોલેરો અને સ્કૂલ બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક નું મોત નીપજ્યું છે. દાદા દાદી પાર્ક પાસે અકસ્માતમાં બોલેરામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત જ મોટ થવા પામ્યું છે. બોલેરોમાં સવાર અન્ય 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 વડે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સવારના 7.15 સર્જાયેલા અકસ્માતમાં બોલેરોનો ભુક્કો બોલી ગયો.
બોલેરોમાં પવનચક્કીના કર્મચારીઓ સવાર હતા. ઇજાગ્રસ્તોમાં 1 થી 2 જણની હાલત નાજુક હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
સદ્નસીબે સ્કૂલ બસમાં સવાર બાળકો હેમખેમ, કોઈને પણ ઇજા પહોચી નથી.