ધાનેરા ખાતે રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકાવાની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ છે. ગુજરાતથી લઈ દિલ્હી સુધીનું રાજકારણ ગરમાઈ ગયું છે. રાહુલ ગાંધીની કાર પર પથ્થર પડ્યો અને કાચ ફૂટી ગયા ઉપરાંત એસપીજીના એક જવાનને ઈજા થઈ હતી. જોકે રાહુલ ગાંધીને ગુજરાત સરકારે બુલેટપ્રુફ કાર ઓફર કરી હતી પણ તેમ છતાં તેઓ બીજી સાદી કારમાં ત્યાં પહોંચ્યા હતા.
રાહુલ ગાંધીની ધાનેરા મુલાકાત દરમ્યાન અજાણ્યા શખ્સોએ તેની કાર ઉપર પથ્થરમારો કરતા રાહુલની કારની પાછલી સીટનો કાચ ફુટી ગયો, સદનસીબે તેઓ આગળ બેઠા હોય કોઇ ઇજા પહોંચી નહતી. સુરક્ષા વ્યવસ્થામાં છીંડા : આ મુલાકાત દરમ્યાન કાળા વાવટા પણ ફરકયા હોવાનું જાણવા મળે છે