અસદુદ્દીન ઓવૈસી એ દાવો કર્યો કે બે લોકોએ મારી કાર પર ત્રણ-ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટના ને લઈ ભારે ચકચાર મચી ગઈ છે.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
I was leaving for Delhi after a poll event in Kithaur, Meerut (UP). 3-4 rounds of bullets were fired upon my vehicle by 2 people near Chhajarsi toll plaza; they were a total of 3-4 people. Tyres of my vehicle (in pic) punctured, I left on another vehicle: Asaduddin Owaisi to ANI pic.twitter.com/ksV6OWb57h
— ANI (@ANI) February 3, 2022
તેણે કહ્યું કે હું મેરઠના કિથોરમાં ચૂંટણી કાર્યક્રમ બાદ દિલ્હી જઈ રહ્યો હતો. છિઝરસી ટોલ પ્લાઝા પાસે બે માણસોએ મારી કાર પર ત્રણ-ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું; તેઓ કુલ ત્રણ-ચાર જણ હતા. મારી કારના ટાયર પંકચર થઈ ગયા, હું બીજી કારમાં બહાર નીકળ્યો.