પેટ્રોલ અને ડીઝલ પર સરકાર દ્વારા ફરી એકવાર મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રાલયે 30 જૂને આપેલા આદેશમાં સુધારો કરીને પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર એક્સાઈઝ ડ્યુટીમાં રાહત આપી છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે હવે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે પહેલા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 5 રૂપિયા હતી પરંતુ તેને નાબૂદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી 12 રૂપિયાથી ઘટાડીને 10 રૂપિયા કરવામાં આવી છે. નાણા મંત્રાલયે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની એક્સાઇઝ ડ્યૂટી પણ 6 રૂપિયાથી ઘટાડીને 4 રૂપિયા કરી દીધી છે. ક્રૂડ ઓઈલ પરની એક્સાઈઝ ડ્યુટી 23,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટાડીને 17000 રૂપિયા પ્રતિ કિલો કરી દેવામાં આવી છે.
નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પેટ્રોલ અને ડીઝલ પર 1 રૂપિયાની વધારાની એક્સાઇઝ ડ્યુટી પણ હવે લાગુ થશે નહીં. સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)માંથી પેટ્રોલ અને ડીઝલ પર કોઈ એક્સાઈઝ ડ્યુટી લાદવામાં આવશે નહીં.