થોડા વર્ષો પહેલા મોદી સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પછી 500 રૂપિયાની નવી અને 2000 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી. ત્યારથી આ જ નોટ ચલણમાં છે. જો કે આ નોટો અસલી અને નકલી હોવાની ઘણી વખત ઘણી વાતો સામે આવી છે.હવે ફરી એકવાર 500 રૂપિયાની નોટ નકલી હોવાનો મામલો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં 500-500 રૂપિયાની બે નોટ જોવા મળી રહી છે. તેમાંથી 500 રૂપિયાની નોટ પર જ્યાં ગાંધીજીનો ફોટો છે તેની બાજુમાં લીલી પટ્ટી છે. બીજી તરફ, બીજા ફોટામાં લીલી પટ્ટી ગાંધીજીના ફોટાથી થોડે દૂર છે અને RBI ગવર્નરની સહી પાસે છે.
एक मैसेज में यह दावा किया जा रहा है कि ₹500 का वह नोट नकली है जिसमें हरी पट्टी आरबीआई गवर्नर के सिग्नेचर के पास ना होकर गांधीजी की तस्वीर के पास होती है।#PIBFactCheck
➡️यह दावा फ़र्ज़ी है।
➡️@RBI के अनुसार दोनों ही तरह के नोट मान्य होते हैं।
🔗https://t.co/DuRgmRJxiN pic.twitter.com/nGamCYOZp8
— PIB Fact Check (@PIBFactCheck) June 29, 2022
હવે આ બંને નોટોની સરખામણી કરતાં કહેવામાં આવ્યું છે કે, ‘500 રૂપિયાની તે નોટો ન લો, જેમાં ગાંધીજીની નજીક લીલી પટ્ટી બનેલી છે, કારણ કે તે નકલી છે. ફક્ત તે 500 ની નોટો લો, જેમાં આરબીઆઈ ગવર્નરની સહી સાથે લીલી પટ્ટી હોય. કૃપા કરીને આ સંદેશ તમારા પરિવાર અને મિત્રો સુધી પહોંચાડો. જો કે, જ્યારે આ મેસેજ ચેક કરવામાં આવ્યો ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું.
PIB ફેક્ટ ચેક દ્વારા આ દાવાને નકલી ગણાવ્યો છે. સાથે જ, PIB ફેક્ટ ચેકથી એવું કહેવામાં આવ્યું છે કે RBI અનુસાર, બંને પ્રકારની નોટો માન્ય છે.