નવી દિલ્હી: સામાન્ય રીતે, કોઈ પણ મોટરસાઇકલ પ્રતિ લિટર 50 થી 55 કિલોમીટરની માઇલેજ આપે છે, પરંતુ જો તે જ બાઇક 140 થી 150 સુધીની માઇલેજ આપવા લાગે તો દરેક તેને ચલાવવાનું પસંદ કરશે. કારણ કે, ઓછા પેટ્રોલમાં તે વ્યક્તિ લાંબી મુસાફરી કરી શકે છે. આ સાથે જ ખર્ચ બચે છે અને પર્યાવરણમાં પ્રદુષણ પણ ખુબ જ ઓછું ફેલાશે. આ ફાયદો ઉઠાવવા માટે તમારે તમારી બાઇકમાં માત્ર થોડા ફેરફાર કરવાના રહેશે. બાઇકમાં આ ગેજેટ લગાવવાથી સૌથી પહેલા રોજ-રોજ પેટ્રોલ નાખવાનું બંધ થઇ જશે અને પૈસાની બચત પણ થશે.
મોટરસાઇકલમાં હાઇડ્રો-ટેક એચ.એચ.ઓ. ઇંધણ બચત કિટ લગાવ્યા પછી, તેની માઇલેજ બમણી કરતાં વધુ થઈ જાય છે. આ કિટનો ખર્ચ ફક્ત રૂ. 1000-1200 છે. તમે આ કિટ ખરીદી શકો છો અને મિકેનિક દ્વારા તેને ફિટ કરાવી શકો છો અથવા જો તમારી પાસે મોટરસાઇકલનું થોડું ઘણું જ્ઞાન હોય તો તમે જાતે પણ આ કીટ ફિટ કરી શકો છો.
આ કીટ લગાવ્યા બાદ પ્રથમ વખત તેનો ઉપયોગ કરવાની સાથે જ તમને તેના ફાયદા જાણવા મળશે. કિંમત અંગે વાત કરીએ તો હાઈડ્રો ટેક એચ.એચ.ઓ. ફ્યુઅલ સેવર કિટની કિંમત લગભગ રૂ. 500 છે અને બાકી કીટ ફિટ કરાવવાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. આ સાથે જ તમારી બાઈક માત્ર 1 લીટર પેટ્રોલમાં 150 કિલોમીટરની માઈલેજ આપવાનું શરુ કરી દેશે.