ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડ્યા બાદ ખાસ કોઈ વિરોધનો સુર નહિ ઉઠતા આજે 36 ઉમેદવારોની બીજી યાદી પણ બહાર પડી હતી. આમ, બે યાદીમાં કુલ 106 ઉમેદવારોનું લીસ્ટ ભાજપે બહાર પાડ્યું છે. વિધાનસભા 2017મા કોંગ્રેસ કરતા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં ભાજપ પ્રથમ રહ્યું છે. પ્રભારી ભુપેન્દ્ર યાદવે વધુ 36 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં મોટા ભાગના ઉમેદવારો રીપિટ હોવાનું જોવા મળી રહ્યું છે
જાણો ઉમેદવારોના નામ
નિમાબેન આચાર્ય-ભૂજ, માલતીબેન મહેશ્વરી-ગાંધીધામ(એસસી), માલજીભાઇ કોદારવી-દાંતા(એસટી), કિરિટસિંહ વાઘેલા-કાંકરેજ, ગજેન્દ્રસિંહ પરમાર-પ્રાતિંજ, પ્રદિપસિંહ જાડેજા-વટવા, જગદિશ પંચાલ-નિકોલ, બલરામ થાવાણી-નરોડા, ભુષણ ભટ્ટ-જમાલપુર-ખાડિયા, જીણાભાઇ દેવપરિયા-ચોટીલા, રાઘવજી ગડારા-ટંકારા, જીતુભાઇ સોમાણી-વાંકાનેર, ગીતાબા જાડેજા-ગોંડલ, હરીભાઇ પટેલ-ધોરાજી , મુળજીભાઇ ઘૈયાડા-કાલાવાડ(એસસી), બાબુ બોખિરિયા-પોરબંદર, લક્ષમણ ઓડેદરા-કુતિયાણા, નિતન ફળદુ-માણાવદર, હરિભાઇ સોલંકી-ઉના, ગોપાલ વસ્તરપરા-લાઠી, મયુર રાવલ-ખંભાત, હંસાકુંવરબા-આંકલાવ, કેસરીસિંહ સોલંકી-માતર, કુબેરસિંહ ડિંડોળ-સંતરામપુર(એસટી), વિક્રમસિંહ ડિંડોળ-મોરવા હડફ(એસટી), રમેશ કટારા ફતેપુરા(એસટી), મહેશ ભુરિયા-ઝાલોદ (એસટી), કનૈયાલાલ કિશોરી-દાહોદ(એસટી), મહેન્દ્ર ભાભોર-ગરબાડા(એસટી), અભેસિંહ તડવી, સંખેડા(એસટી),શૈલેષ મહેતા-ડભોઇ, પ્રવિણ ચૌધરી-માંડવી(એસટી), અરવિંદ રાણા-સુરત પૂર્વ, નરેશ પટેલ -ગણદેવી (એસટી), અરવિંદ પટેલ-ધરમપુર(એસટી), મધુભાઈ રાઉત-કપરાડા(એસટી).