ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તે છતા પણ દારૂની રેલમછેલ જોવા મળે છે. પોલીસ કેટલાક વિરુદ્ધ કાર્યવાહી કરે છે તો કેટલાકમાં આંખ આડા કાન કરે છે.
ગુજરાતમાં રોજ બુટલેગરો દ્વારા લાખોના કિંમતનો દારૂ ઠાલવવામાં આવે છે. લોકો તો દારુનો નશો કરે છે પણ ભાજપના આવા જવાબદાર નેતાઓ પણ નશામાં ધૂત થયેલી હાલતમાં જોવા મળે છે.
અમરેલી જિલ્લામાં ભાજપના નેતા દારૂની મહેફિલ માણતા પકડાયા છે. વડીયા-કુંકાવવામાં ચાલતી દારૂની મહેફીલમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ભાજપના મહામંત્રી ગોપાલ આંટાવાળા ઝડપાયા છે.આ સાથે ભાજપના ATVT મહામંત્રી અને એક બેન્ક મેનેજર સહિના લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે.