ગુજરાતમાં ભાજપ માટે વિધાનસભાની ટિકિટની ફાળવણી હવે માથાનો દુઃખાવો બની ગે છે. ગુજરાત ભાઅસન્તોષ હવે માથું ઊંચકી રહ્યો છે. આજે ભાજપના સંખ્યાબંધ કાર્યકર્તાઓ નરોડામાં ઉમેદવારની પસંદગી માટે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં હતા.
નરોડામાં વર્ષોથી ભાજપ દ્વારા સીધી ઉમેદવારને અપાતી ટિકિટ સામે ભાજપમાંજ વિરોધનો વંટોળ ઉભો થયો છે. નરોડાના સંખ્યાબંધ કાર્યકર્તાઓએ ભાજપના સિંધી ધારાસભ્ય પ્રધાન વાઘવાણીની ટિકિટ કાપવાની માંગણી કરી દેખાવો કર્યા હતા. એમણે આજે ભાજપના કમલમ ખાતે ઉગ્ર દેખાવો શરુ કરતાં ભાજપનું મોવડીમંડળ મુંઝવણમાં મુકાયું છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શિસ્તના લીરેલીરા ઉડાવવામાં આવતા હવે ભાજપે નવો નિર્ણય લીધો છે. પત્રકારો આવા અંસતોષથી દૂર રહે એ માટે તાત્કાલિક ધોરણે ભાજપ દ્વારા કમલમના બદલે અમદાવાદમાં મીડિયા સેલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેથી ટિકિટની વહેંચણી બાદ થનારા વધુ ઉહાપોહ પર પડદો પાડી શકાય.