ઠાસરા : ગુજરાતમાં ચૂંટણી નજીક અાવતાની સાથે જ હવે ચૂંટણી જીતવા માટે ભાજપના નેતા ચાય પે ચર્ચા કરે છે તો કોંગ્રેસમાંથી ભાજપમાં અાવેલા રામસિંહ હવે લોહી વહેવડાવવાની ધમકી અાપે છે. એ પણ પોલીસની હાજરીમાં…..
ખાદી સામે કાયમ ખાખી જીતી જાય છે.એનું સીધુ ઉદાહરણ છે અા વિડીયો જેમાં ગુજરાતમાં ચૂંટણી લડાય એ પહેલાં ભાજપમાં અાવેલા રામસિંહ પોતે ગુજરાતમાં પોલીલની હાજરીમાં લોહી વહેવડાવવાની વાત કરી રહ્યા છે. ગુજરાતમાં હિન્દુ મુસ્લીમ તોફાનોને એચ.એમના નામે ઓળખાય છે અને 2002માં થયેલી કોમી હિંસા પછી ભાજપ જે રીતે જીત્યું હતું એ હવે નીચેના નેતોઓને દેખાય છે.
ચૂંટણીમાં ભાષણ અાપવા જતાં પહેલાં રામસિંહને પોલીસનું પ્રોટેક્શન છે અામ છતાં એ પોલીસની હાજરીમાં ખુલ્લે અામ કહે છે કે હવે હિન્દુ મુસ્લીમ હિંસા કરાવી દઈશું ખાદી સામે નતમસ્તક ખાખી કશુ જ કહ્યા વગર સાંભળી લે છે નરેન્દ્ર મોદી ભલે 56ની છાતીની વાત કરતો હોય પણ રામસિંહ 56 દુ 112ની છાતી કાઢી ને ફરે છે કે હવે એચ.એમ કરાવીશુ અને પોલીસ અા ધમકી શાંતિથી સાંભળીને તેમને મંડપ તરફ દોરી જાય છે. અા સંજોગોમાં કોંગ્રેસમાંથી ભાજપમાં અાવેલાં અા નેતાઓની મનષા સીધી દેખાય છે ત્યારે લાચાર પોલીસ જો અાવી હિંસા થાય ત્યારે લોકોને બચાવશે કે નેતાને અે સવાલ સ્વાભાવિક રીતે જ જાગ્યા વગર રહેતો નથી.
અા વિડિયોની સત્યતાની Satyaday.com પુષ્ટી કરતું નથી.