ઉત્તરપ્રદેશના કાનપુરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માએ મુસ્લિમ પયગંબર સાહેબ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઇ મુસ્લિમ સમાજ ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને કાનપુરમાં આ ટિપ્પણી બાદ શુક્રવારની નમાજ બાદ જુથ અથડામણની ઘટના પ્રકાશ આવી હતી આવા નિવેદનથી કાનપુર સહિત ઉત્તરપ્રદેશની શાંતિ ડહોળાઇ હતી જેને લઇ ભાજપ દ્રારા નપુરુશર્મા સામે આક્રમક વલણ આપનાવ્યુ છે. તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે ભાજપે કહ્યું કે અમે તમામ ધર્મો અને તેમના ઉપાસકોનું સન્માન કરીએ છીએ. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે એક પત્ર જારી કરીને કહ્યું છે કે ભાજપ તમામ ધર્મોનું સન્માન કરતી પાર્ટી છે.
ભાજપ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે દેશમાં આઝાદીના 75માં વર્ષ ઉજવી રહ્યા છે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સતત મજબૂત થઈ રહી છે. અમારી પ્રથમ પ્રાથમિકતા અખંડ ભારત અને વિકાસ છે. દેશની એકતા જળવાઈ રહે તે માટે અમે સતત કામ કરી રહ્યા છીએ.
ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતના હજારો વર્ષના ઈતિહાસમાં દરેક ધર્મનો વિકાસ થયો છે. ભાજપ કોઈપણ ધર્મના કોઈ પણ ધાર્મિક વ્યક્તિના અપમાનની સખત નિંદા કરે છે. પક્ષ કોઈપણ સંપ્રદાય અથવા ધર્મનું અપમાન કરતી વિચારધારાનો સખત વિરોધ કરે છે. ભાજપ આવી કોઈ વિચારધારાનો પ્રચાર કરતું નથી.
ઉલ્લેખનીય છે કે એક ન્યૂઝ ડિબેટમાં બીજેપી પ્રવક્તા નુપુર શર્માએ ઈસ્લામ ધર્મના પયગંબર મોહમ્મદ સાહેબ પર કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેનો મુસ્લિમ સમુદાય સતત વિરોધ કરી રહ્યો છે. તાજેતરમાં શર્માએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમના નિવેદનને વિકૃત કરવામાં આવ્યું છે. શર્મા વિરુદ્ધ મહારાષ્ટ્ર ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં કેસ પણ નોંધાયેલા છે.