બેંગલુરુમાં આજે યેદિયુરપ્પા સરકારના ફલોર ટેસ્ટની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આજે સાંજે ૪-૦૦ વાગ્યે કર્ણાટક વિધાનસભામાં ફેંસલો થઇ જશે. વિધાનસભામાં ફલોર ટેસ્ટ દરમિયાન બહુમતી જીતવાનો વિશ્વાસ વ્યકત કરતાં યેદિયુરપ્પાએ પોતાના સમર્થકો અને ભાજપના કાર્યકરોને સાંજે પ-૦૦ વાગ્યે જશ્ન મનાવવા તૈયાર રહેવા જણાવ્યું હતું. આમ, યેદિયુરપ્પાને વિશ્વાસ છે કે તેઓ બહુમત જીતીને જ રહેશે. દરમિયાન ફલોર ટેસ્ટ વખતે કર્ણાટક વિધાનગૃહમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ર૦૦ માર્શલ તહેનાત રહેશે એટલું જ નહીં, શકિત પરીક્ષણની કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ અનુસાર ધારાસભ્યોની સુરક્ષા માટે જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ર૦૦ માર્શલ સમગ્ર કાર્યવાહી દરમિયાન સતત હાજર રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ફલોર ટેસ્ટની સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ તેમજ જેડીએસ આજે વિધાનસભાના ફલોર પર બહુમતી જીતવાના મરિણયા પ્રયાસોમાં લાગી ગયા છે. કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદ અને મલ્લિકાર્જુન ખડગે હોટલ હિલટન પર પહોંચી ગયા છે, જ્યાં કોંગ્રેસ અને જનતાદળ-એસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. તેઓ આજે સવારે હૈદરાબાદથી બેંગલુરુ પહોંચી ગયા હતા. બીજી બાજુ શાંગરિ-લા હોટલમાં ભાજપ પણ બહુમતી માટે પોતાની રણનીતિ ઘડી રહ્યો છે. આ બેઠકમાં યેદિયુરપ્પા અને કર્ણાટક ચૂંટણીના પ્રભારી પ્રકાશ જાવડેકર પણ હાજર હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.