યુપીના હમીરપુરમાં એક સરકારી હેડપંપમાંથી અચાનક પાણીની જગ્યા પર લોહી, માંસના ટુકડાં અને હાડકાં નીકળવા લાગ્યા, જેનાથી આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ગામ વાળામાં એટલી ગભરાહટ ફેલાયેલી છે કે તે હેડપંપ પાસે જવાથી પણ ડરવા લાગ્યા છે. હમીરપુરના રાઠ તહસીલના જાખેડી ગામમાં 100 ઘરોમાં પાણી પીવાનો એકમાત્ર સહારો સરકારી હેડપંપ હતો, પરંતુ દિવાળી પછી તે હેડપંપમાંથી પાણીની જગ્યાએ લોહી અને સડેલા માંસ નીકળવા લાગ્યા હતા. આ જોઈને ગામવાળા એટલા ભયભીત થઈ ગયા કે તેણે હેડપંપ નજીક જોવાનું છોડી દીધું. હેડપંપમાંથી લોહી અને માંસના ટુકડાં નીકળવાની વાતે ગામમાં ખળભળાટ મચાવી દીધો છે.
કોઈ તેને ભૂતોનો પ્રકોપ માની રહ્યા છે તો કોઈ હેડપંપના શ્રાપિત બતાવી રહ્યા છે. આ હેડપંપમાંથી આવનારી ગંદી સ્મેલથી પણ લોકો હેરાન છે. ગામવાળાએ વાતની સૂચના હમીર પુરના જિલ્લા કલેકટરને કરી છે અને તેમણે એસડીએમની તપાસનો આદેશ પણ કર્યો છે. આ ગામના અજીબોગરીબ હેડપંપને ખોલવામાં આવ્યો તો કોઈ વિશેષ કારણ જાણવા મળ્યું નથી, પણ ઉપજળાધિકારીએ તેને બંધ કરી દીધો છે. એસડીએમએ કહ્યું કે હેડપંપમાં કોઈ સાંપ અથવા કીડા જેવો કોઈ જીવ અંદર ઘુસી ગયો હશે અને તે સડીને નીકળી રહ્યો છે.
જોકે ગામવાળા આ વાત માનવા તૈયાર જ નથી. આ વિચિત્ર કિસ્સાને લઈ પર્યાવરણ વિશેષજ્ઞ જલીજ ખાનનું કહેવું છે કે આસપાસના કૂવા અને નદીયોમાં સ્થાનીક લોકો જાનવર મારીને નાખી જાય છે. એટલે હેડપંપના પાણીનો સ્રોત કૂવા અને નદીઓ સાથે જોડાયેલો છે એટલે એવું થવાની સંભાવના છે. હેડપંપમાંથી લોહી અને માંસના ટુકડાં નીકળવાનનું કારણ કંઈપણ હોય પણ ગામવાળા એટલા ગભરાય ગયા છે કે તે લોકો હેડપંપના કેટલાય કિલોમીટર દૂર સુધી પાણી લાવવા લાગ્યા છે. જિલ્લામાં આ વિચિત્ર ઘટનાની જાણ ફેલાઈ રહી છે અને લોકો દૂર-દૂરથી લોકો જોવા આવી રહ્યા છે.