હાલમાં જે ગેમનું નામ બધાના મનમાં ફીટ થઈ ગયું છે, તે છે ‘ ધ બ્લૂ વ્હેલ ચેલેન્જ’. આખરે આ ગેમ છે શું? સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ કોઈ ડાઉનલોડ કરાતી ગેમ નથી, એપ પણ નથી કે સોફ્ટવેર પણ નથી. આવો, તમને
વિગતવાર જણાવીએ…
1. બ્લેડથી હાથ પર f57 (રશિયાના ડેથ એન્ડ સૂસાઈડ ગ્રુપનું નામ) કોતરો અને તેનો ફોટો ક્યુરેટરનો મોકલો.
2. સવારે 4.20 વાગે ઉઠો અને ક્યુરેટર મોકલે તેવો વિકૃત અને બિહામણો વીડિયો જૂઓ.
3. હાથની નશ સાથે તમારા હાથને છેદી નાખો, પંરતુ ઘા બહુ ઊંડો હોવો જોઈએ નહીં. ફક્ત ત્રણ જ કાપ મુકો અને તેનો ફોટો ક્યુરેટરને મોકલો.
4. કાગળ પર વ્હેલ માછલીનું ચિત્ર દોરો અને ક્યુરેટરને મોકલો.
5. જો તમે વ્હેલ બનવા તૈયાર છો તો તમારા પગ પર YESનું ચિત્રણ કરો. જો ના તો તમારી જાતને સજા માટે ઘણી વખત ઘા મારવા પડશે.
6. શૂન્ય કામગીરી
7. હાથ પર f40 (અન્ય એક રશિયન ડેથ એન્ડ સૂસાઈડ ગ્રુપનું નામ) ચિત્રો અને ક્યુરેટરને ફોટો મોકલો.
8. શરીર પર #I_am_Whale” લખો.
9. હવે તમારે તમારા ડર પર જીત મેળવવી પડશે.
10. સવારે 4.20 વાગે ઉઠો અને ધાબે જાવ.
11. બ્લેડથી હાથ પર વ્હેલ દોરો કે પછી બ્લેડથી વેલ લખો અને ક્યુરેટરને ફોટો મોકલો.
12. આખો દિવસ વિકૃત અને બિહામણા વીડિયો જૂઓ
13. ક્યુરેટર મોકલે તેવું મ્યુઝિક સાંભળો.
14. તમારા હોઠને કાપો.
15. તમારા હાથમાં સોઈ અનેકવાર ભોંકી દો.
16. કાંઈક પીડાદાયક કરો અને માંદા પડી જાવ.
17. તમને મળે તેવા સૌથી ઊંચા ધાબે જાવ અને કિનારે થોડો સમય ઊભા રહો.
18. બ્રિજ પર જાવ અને તેની પાળ પર ઊભા રહો.
19. ક્રેન પર ચઢી જાવ અથવા તે માટેનો પ્રયાસ કરો.
20. તમે વિશ્વાસપાત્ર છો કે નહીં તેની ક્યુરેટર ખાતરી કરશે.
21. સ્કાપ પર વ્હેલ (તમારા જેવા અન્ય ખેલાડી અથવા ક્યુરેટર સાથે) સ્કાઈપ પર વાત કરો.
22. ધાબા પર જાવ અને પાળ પર પગ લટકાવી બેસી જાવ.
23. શૂન્ય કામગીરી
24. આ કામગીરી ગુપ્ત છે
25. કોઈ વ્હેલ સાથે મુલાકાત કરો
26. ક્યુરેટર તમને તમારા મૃત્યુની તારીખ આપશે અને તમારે તેનો સ્વીકાર કરવાનો રહેશે.
27. સવારે 4.20 વાગે ઉઠો અને રેલવે ટ્રેક પાસે જાવ
28. આખો દિવસ કોઈની સાથે વાત કરશો નહીં.
29. તમે વ્હેલ છો તેવા શપથ લો
30થી 49. દરરોજ સવારે 4.20 વાગે ઉઠો, બિહામણા વીડિયો જૂઓ, તમને મોકલવામાં આવે તેવું સંગીત સાંભળો. દરરોજ તમારા શરીર પર એક કાપ મુકો અને એક વ્હેલને મળો.
50. ઈમારત પરથી કૂદકો મારો અને મૃત્યુ પામો.
ધ બ્લૂ વ્હેલ કિલર ચેલેન્જ રશિયાના સાયકોલોજીના સ્ટૂ઼ડન્ટ ફિલિપ બુદેકિને શરૂ કરી હતી. તેને તેની યુનિવર્સિટીમાંથી કાઢી મૂકાયો હતો. તે કહેતો હતો કે તે આ ગેમ દ્વારા સોસાયટીને ‘સ્વચ્છ’ કરવા ઈચ્છે છે અને એવા લોકોને મિટાવી દેવા
માંગે છે, જે સમાજને કોઈ કામ નથી આવવાના. તાજેતરમાં જ 17 વર્ષની રશિયન છોકરીને પણ પકડવામાં આવી છે, જે આ ગેમનું ‘માસ્ટરમાઈન્ડ’ જણાવાઈ રહી છે. પહેલા આ ગર્લ આ ખેલમાં ભાગ લેતી હતી. તેના પર આરોપ છે કે તેણે 50
ચેલેન્જોને પ્રોત્સાહિત કરી છે, જેનાથી આ ગેમને રમનારા લોકો પોતાને નુક્સાન પહોંચાડે છે.
બ્લૂ વ્હેલ નામ એટલા માટે પડ્યું કે, બ્લૂ વ્હેલની પ્રકૃતિ ઉગ્ર હોય છે, તે અચાનક પોતાને પાણીથી દૂર કરી લે છે અને સ્વેચ્છાએ મરી જાય છે.
આ ગેમ સૌથી પહેલા રશિયામાં રમાઈ અને હવે દુનિયાભરમાં ફેલાઈ ચૂકી છે. આ ખુલીને નથી રમાતી અને તેને ડાઉનલોડ પણ નથી કરી શકાતી. તેની કોઈ એપ પણ નથી અને કોઈ સોફ્ટવેર પણ નથી. તે સોશયલ મીડિયા નેટવર્ક ગ્રૂપ્સમાં
ચોરી-છૂપીથી રમવામાં આવે છે. ઘણા રિપોર્ટસમાં જણાવાયું છે કે, આ ગેમ રમવામાં તમારી મરજીથી કોઈ ફરક નથી પડતો. ક્રિએટર તમને શોધે છે અને રમવા માટે ઈનવિટેશન મોકલે છે.
એક ઓનલાઈન એડમિનિસ્ટ્રેટર રમનારાઓને 50 દિવસની ચેલેન્જ આપે છે. દરેક ટાસ્ક પૂરો થયા બાદ પ્લેયરે સાબિક કરવા માટે એક તસવીર મોકલવાની હોય છે. શરૂઆતની ચેલેન્જ ખાસ મુશ્કેલ નથી હોતી, પરંતુ આગળ જતા તે
ખતરનાક થઈ જાય છે, જેમાં તમને પોતાની જાતને નુકસાન પહોંચાડવાની ચેલેન્જ મળે છે. એ તમને ધીરે-ધીરે સૂસાઈડ તરફ લઈ જાય છે. આ ટાસ્ક્સને કઈ રીતે રજૂ કરવી, તે ક્યૂરેટરના હાથમાં હોય છે.
આ 50 ચેલેન્જ કઈ હશે એવું કંઈ નક્કી નથી હોતું. પરંતુ, નીચે અપાયેલા લિસ્ટમાં એવા ટાસ્ક છે, જે સામાન્ય રીતે આપવામાં આવે છે. આ લિસ્ટ કોઈએ રેડિટ પર શેર કર્યું હતું. ફરીથી જણાવી દઈએ કે ખેલાડી ક્યાંથી છે, તેના પર જ ટાસ્ક
નિર્ભર કરે છે અને તેની ઉંમર કે લિંગ મુજબ અલગ-અલગ ટાસ્ક હોય છે. સાચું કહીએ તો એ એડમિનિસ્ટ્રેટર જ નક્કી કરે છે કે ટાસ્ક શું હશે.
ચેલેન્જનું મોડરેશન આ ગ્રૂપ્સનો એડમિન કરે છે. કેટલાક લોકોએ ફોટોશોપ કરેલી તસવીર મોકલી, પરંતુ પરિણામ એ જ આવ્યું કે, તેને મૂર્ખ બનાવી શકાશે નહીં. યુરોપના રેડિયો સ્ટેશનના એક રિપોર્ટરે એવું કરવાનો પ્રયાસ કર્યો અને પકડાઈ
ગયો. તે પછી એ લોકોએ તેનો કોઈ સંપર્ક ન કર્યો.
તમે ન તો એડમિનને શોધી શકો છો કે ના ગેમને ડાઉનલોડ કરી શકો છે. તે જાતે તમને શોધે છે. તે સામાન્ય રીતે ઈન્ટરનેટને ફેંદી નાંખે છે અને કેટલાક લોકોને માર્ક કરે છે. આ એવા લોકો હોય છે, જે ડિપ્રેશનમાં હોય છે કે કોઈપણ રીતે
નબળા લાગતા હોય છે. આવા લોકોનો તે સંપર્ક કરે છે. તે તેમના ટાર્ગેટ્સની પબ્લિક પ્રોફાઈલ, ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશયલ પોસ્ટ્સ મોનિટર કરે છે. તે VK.com નામના રશિયન સોશયલ મીડિયા નેટવર્કના ડેથ કે સૂસાઈડ ગ્રૂપ્સમાંથી
પણ લોકોને પસંદ કરે છે. અમે આ ગેમને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ સફળતા ન મળી.
થિયરી મુજબ, જ્યારે તે તમને પ્લેયર તરીકે પસંદ કરે છે તો તમારે એક કુકી એક્સેપ્ટ કરવાની હોય છે, જેનાથી તેમને તમારા બધા જ ઓનલાઈન ડેટાનો એક્સેસ મળી જાય છે. આ ડેટાના આધારે તે લોકોને બ્લેકમેલ કરે છે અને ટાસ્ક પૂરો કરાવે છે. આ ટાસ્ક પૂરો ન કરવા પર તે ખેલાડીના પરિવારને નુકસાન પહોંચાડવાનો કે ઈન્ટરનેટ પર તેને બદનામ કરવાની ધમકી આપે છે.
પહેલી બાબત, આ કોઈપણ રીતે ગેમ તો નથી જ લાગતી. કોઈ એક વ્યક્તિ નહીં, જે તેને ચલાવી રહ્યું છે. આ ગેમના નિર્માતાઓને જેલમાં નાખવા છતાં તે ફેલાઈ રહી છે. એવું એટલા માટે કે તેના ઘણા વર્ઝન બનાવાય છે અને ઘણા ક્યૂરેટર
તેને ફેલાવી રહ્યા છે. પોલીસ અને તમામ કાયદાકીય સંસ્થાઓ તેને બંધ કરવા મગજ દોડાવી રહી છે. એ એટલી ફેલાઈ ચૂકી છે કે તેના પર પ્રતિબંધ લગાવવાનું શક્ય નથી. ક્યૂરેટરોના આઈપી એડ્રેસ ટ્રેક કરવાનું પણ કોઈ પરિણામ નથી
નીકળ્યું.