ઉત્તર પ્રદેશનાં બાંદા જિલ્લાનાં બબેરૂ વિસ્તારમાં અટારા રોડ પાસેના એક કબ્રસ્તાનનમાં 22 વર્ષ પછી એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. હોશ ઉડાવવાની એ વાત છે કે આ શવ કોઈપણ પ્રકારે ઓગળ્યો નહોતો અને ત્યા સુધી કે કફન પણ ડાઘ વગર સફેદજ મળી આવ્યું હતુ.
સ્થાનિકો તેને ‘ચમત્કાર’ માને છે. તેમનું કહેવું છે કે મૃતક નસીર અહેમદ એક ‘સારા આત્મા છે જેને અલ્લાહ દ્વારા આશીર્વાદ મળ્યો હતો’. આ ઘટના બુધવારે બાબેરૂ કબ્રસ્તાનમાં બની હતી, જ્યાં સતત વરસાદને કારણે એક કબર ડૂબી ગઈ હતી. આ અંગે કબ્રસ્તાન સમિતિના સભ્યોને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ જ્યારે તેઓ કાદવ સાફ કર્યા ત્યારે તેઓને એક લાશને સફેદ કફનમાં લપેટેલી મળી. આ સમાચાર ફેલાતાની સાથે જ તે સ્થળ પર એક વિશાળ જનમેદની એકત્ર થઈ ગઈ હતી અને લાશને બહાર કાઢવામાં આવી હતી.
આ બાબતે કબ્રસ્તાન સમિતિનાં સભ્યોને જાણકારી આપવામાં આવી હતી. ત્યાર પછી તેમણે જ્યારે કિચડને સાફ કર્યો તો તેમને એકદમ સફેદ કફનમાં લપેટાયેલો મૃતદેહ મળ્યો હતો. જ્યારે આ સમાચાર વાયુવેગે ફેલાતા તે સ્થળ પર ભારે પ્રમાણમાં ભીડ એકઠી થઈ હતી. અને મૃતદેહને બહાર નિકાળવામાં આવ્યો હતો.જ્યારે આ મૃતદેહની ઓળખ નાસિર અહમદના રૂપમાં થઈ હતી.
જેની 22 વર્ષ પહેલા મોત થઈ હતી. અહમદના સગા-વ્હાલામાંથી એક જણે આ મૃતદેહને ઓળખી કાઢ્યો અને કહ્યું 22 વર્ષ પહેલા જ્યારે મૃતદેહને દફન કરવામાં આવ્યો ત્યારે હું ત્યા હાજર હતો. સ્થાનિક મૌલવિયો સાથે વિચાર વિમર્શ કર્યા પછી મૃતદેહને પાસેની અન્ય એક કબ્રમાં દફનાવામાં આવ્યો.