ભારત-ચીનના સરહદી વિવાદની ઘટના સામે આવ્યા બાદ લોકોમાં દેશભાવના ચરમસીમા પર છે. ઠેર ઠેર ચાઈનીઝ પ્રોડક્ટસ અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગના પૂતળાના દહન કરવામાં આવ્યા અને ભારે આક્રોશ સાથે દેખાવો યોજાયા હતા. ચીનની આઈટમોનો બહિષ્કારની વાતો એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. પરંતુ શું હકીકતમાં મેડ ઈન ચાઈનાની આઈટમોનો બહિષ્કાર કરવો શક્ય છે ખરૂ?? ભારત સાથે ગાઢ આર્થિક સંબંધોને ધ્યાને રાખીને ચીની ઉત્પાદનનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરવો એટલો સરળ પણ નથી.
ભારત ઈલેકટ્રીક મશીનરીને લઈને ચીન પર સૌથી વધારે નિર્ભર છે. વર્ષ ર૦૧૯માં દેશમાં કુલ ઈલેકટ્રીક ઉત્પાદકોની ૩૪ ટકા હિસ્સો ચીનથી આવ્યો હતો. ભારત ચીનમાંથી રડારો માટે ટ્રાન્સમીશન ઉપકરણો, ટી.વી. કેમેરા, માઈક્રો ફોન, હેડફોન અને લાઉડ સ્પીકર સહિત અનેક ચીજાની આયાત કરે છે. ભારતે ગત વર્ષે કુલ ફર્ટીલાઈઝરના જથ્થામાંથી ર ટકા ભાગ ચીનથી આયત કર્યો હતો. ફર્ટીલાઈઝરમાં ઉપયોગમાં લેવાતુ એક મહત્ત્વનું તત્ત્વ ડાયમોનિયમ ફોસ્ફેટ ચીન પાસેથી જ ખરીદે છે.
આ જ રીતે યુરીયા પણ ચીન પાસેથી ખરીદવામાં આવે છે. ગત વર્ષે ભારતે ૧૩.૮૭ અરબ ડોલર (૧૦ ખરબ પ૮, અરબ રૂપિયાથી પણ વધુ)ની કિંમતના ન્યુક્લિનર રીએક્ટર અને બોઈલર ચીનથી મંગાવ્યા હતા. આ જ રીતે ગત વર્ષે મેડીકલ ઈક્વિપમેન્ટ (સાધનો)ની કુલ આયાતનો ર ટકા હિસ્સો ચીનથી મંગાવવામાં આવ્યો હતો. ભારત પીપીઈ કીટ તથા વેન્ટીલેટર, એન ૯પ માસ્ક તથા અન્ય મડીકલ કીટ માટે ચીન પર નિર્ભર છે.