પોરબંદર: દરિયામાંથી જહાજમાં ભરેલું 1500 કિલો એટલે કે રૂ. 3500ની કિંમતનું હેરોઈન ઝડપાયું છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદર નજીકથી આ જહાજને ઝડપી પાડવામાં આવ્યું છે. ઈરાન તરફથી આવી રહેલી આ બોટ પનામા દેશની હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કોંગ્રેસના જ પૂર્વ નેતા ભાવસિંગ રાઠોડના દિકરા કિશોરસિંગ રાઠોડ સહિતના કેટલાક શખ્સો પાસેથી ઝાક જીઆઈડીસી પાસેથી 200 કરોડનું એફ્રેડિન ડ્રગ્સ ઝડપાયું હતું. જે પછી આ પ્રકારની નશીલી વસ્તુઓ ઝડપાવવાની ગુજરાતની આ બીજી ઘટના છે. ધીમેધીમે આ પ્રકારની ગતિવિધીઓ તેજ બનતી જાય છે અને ગુજરાતમાં મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોને સપ્લાય કરવામાં આવી રહ્યા છે. જોકે આ વખતે કોસ્ટગાર્ડે આ તત્વોના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે અને અંદાજીત રૂ.3500 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો છે. અત્યાર સુધીમાં સૌથી મોટો જથ્થો નાર્કોટીક્સ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ અંગે ઈન્ટેલીજન્ટ્સ બ્યૂરો અને પોલીસની અન્ય વીંગ્સને માહિતી મળી ગઈ હોવાથી આ સફળ ઓપરેશન પાર પડ્યું હતું.