નુક્સાનમાં ચાલી રહેલી દેશની સૌથી મોટી સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) હવે 70થી 80 હજાર કર્મચારીઓને વોલન્ટરી રિટાયરમેન્ટ આપવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની મંજૂરી મળતાની સાથે જ આ કર્મચારીઓને આકર્ષક પેકેજ આપીને રીટાયર કરી દેવામાં આવશે. BSNLએ 80,000 કર્મચારીઓને VRS એટલે કે સ્વૈચ્છિક રિટાયરમેન્ટ સ્કીમનો વિકલ્પ પસંદ કરવાની આશા છે. જેથી કંપનીને લગભગ 7,500 કરોડ રૂપિયાની બચત થશે.
કર્મચારીઓના ઓક્ટોબર મહિનાનો પગાર
બાકી રાજ્યના સ્વામિત્વવાળી કંપની સોમવારથી કર્મચારીઓના VRS માટે અરજીની પ્રક્રિયાનો વિકલ્પ શરૂ કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે, કંપની પોતાના કર્મચારીઓને ઓક્ટોબર મહિનાની પણ પગાર આપી શકી નથી. ઉલ્લેખનીય છે કે, BSNLની યોજના છે કે, 50 વર્ષથી ઉપરની ઉંમરના કર્મચારીઓને VRSની રજૂઆત કરવામાં આવે. કંપનીને આશા છે કે, ઓછામાં ઓછા 80 હજાર કર્મચારીઓ તેનો લાભ લેશે. આ સમગ્ર મામલાના જાણકાર એક વિશ્વાસપાત્ર સૂત્રએ જણાવ્યુ કે, 30 દિવસીય VRS વિન્ડો સોમવારથી ખુલશે. મેનેજમેન્ટ અને યૂનિયનોએ તેના માટે યોગ્ય કર્મચારીઓને અરજી કરવાનો આગ્રહ કર્યો છે.
સરકારની VRS યોજના
પ્રસ્તાવિત VRS ફોર્મુલા અંતર્ગત કર્મચારીઓને પોતાની સેવાના વધેલા વર્ષો માટે 100થી 125 ટકા સુધીની પગાર મળશે. તેમાં રિટાયરિંગ મહિના સૈલેરીના આધારે પેન્શન પણ સામેલ છે. VRS લાગૂ થવામાં લગભગ 3 મહિનાનો સમય લાગશે. જોકે તેમણે જણાવ્યુ કે,VRS યોજનાથી કંપનીની સેવામાં કોઈ પણ પ્રકાર અસર નહીં થાય. તો BSNLને 7,500 કરોડની રાહત થશે BSNLને આશા છે કે, જો 80,000 કર્મચારી સ્વેચ્છિક રીતે VRS લઈ લે, તો કંપનીને લગભગ 7,500 કરોડ રૂપિયાની રાહત મળશે. કંપનીમાં વર્તમાનમાં લગભગ 1.59 લાખ કર્મચારીઓ કાર્યરત છે, જેમાં લગભગ 1.6 લાખ કર્મચારીઓની ઉંમર લગભગ 50 વર્ષથી વધુ છે. નાણાકીય વર્ષ 2018-19માં કંપનીના કર્મચારીઓ પર 14,492 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જણાવી દઈએ કે, કંપની ઓક્ટોબર મહિનામાં કર્મચારીઓની પગાર આપવામાં પણ નિષ્ફળ રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે, આ વખતે પણ કર્મચારીઓની પગાર 15-20 દિવસ મોડી મળશે. કર્મચારીઓને પગાર આવનારા ત્રણથી ચાર મહિના મોડી મળતી રહેશે.