પૂર્વ પાસ કન્વીનર અને ભાજપમાં જોડાઈને રાજીનામું આપનારા નિખિલ સવાણીએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં નિખિલ સવાણીએ ઉદ્યોગપતિ મુકેશ પટેલ પર ધમકીના આરોપ લગાવ્યા હતા.
સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ પટેલે નિખિલના આક્ષેપોને પાયાવિહોણા કહ્યાં હતાં. અને જણાવ્યું હતું કે, હવે તે ક્યાંય પણ ચિત્રમાં નથી એટલે હવાંતિયા મારે છે. પાસમાં કોઈ પુછનાર નથી. અને ભાજપમાં જોડાયા બાદ તેમણે રાજીનામું આપતાં પહેલા પૈસા આપોની ડિમાન્ડ કરી હતી. આ સિવાય પણ એ ડિમાન્ડ કરતો રહેતો હતો. કદાચ રૂપિયાની લાલચમાં આ રીતે તેણે કર્યુ હોય શકે.
નિખિલે સંબોધેલી પ્રેસ કોન્ફરન્સમાં મુકેશ પટેલ પાસે મોર્ફ કરેલી પોતાની સેક્સ સીડી હોવાના આક્ષેપ કર્યા હતાં. જેના આરોપમાં મુકેશ પટેલે જણાવ્યું હતું કે, નિખિલને હવે કોઈ પુછતું નથી. પાસમાં નથી અને ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. હવે તે લાઈમલાઈટમાં રહેવા માટે ગતકડાં કરી રહ્યો છે.