અત્યારે જ ખરીદો કાર, ઈન્કમ ટેક્સમાં મળશે જંગી ડિસ્કાઉન્ટ! જાણો કેવી રીતે
લોન પર વાહન ખરીદવા પર તમને 1.5 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આવકવેરાના નવા નિયમ મુજબ તમને આ છૂટ મળશે.
ઈલેક્ટ્રીક વાહનો માત્ર પર્યાવરણ માટે જ સારા નથી પરંતુ તે પરંપરાગત ઈંધણથી ચાલતા વાહનો કરતા પણ વધુ સારા છે. પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોને કારણે હવે મોટી સંખ્યામાં લોકો ઈલેક્ટ્રીક વાહનો ખરીદી રહ્યા છે. ઇંધણવાળા વાહનો કરતાં ઇલેક્ટ્રિક વાહન ચલાવવામાં ઓછો ખર્ચ થાય છે. જો તમે ઈલેક્ટ્રિક વાહન ખરીદવા ઈચ્છો છો તો તમને ઈન્કમ ટેક્સમાં મોટી છૂટ મળી શકે છે.
લોન પર તમને ભારે ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે
આવકવેરાના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ કાર ખરીદે છે, તો તેને લોન પર કોઈ ટેક્સ છૂટ નથી મળતી કારણ કે કાર લક્ઝરી પ્રોડક્ટમાં આવે છે. પરંતુ હવે ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને નવી કલમ 80EEB હેઠળ લોન પર આવકવેરામાં છૂટ મળી શકે છે. વાસ્તવમાં, ભારત સરકારે એક નવો વિભાગ 80EEB ઉમેર્યો છે જેથી કરીને વધુને વધુ લોકો પરંપરાગત ઈંધણના વાહનોમાંથી ઈલેક્ટ્રિક વાહનો તરફ વળે.
અમારી પાર્ટનર વેબસાઈટ DNA માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, કલમ 80EEB હેઠળ લોન પર ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર રૂ. 1.5 લાખ સુધીની વ્યાજ સબવેન્શન મળશે. આ કર મુક્તિ ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંને ઇલેક્ટ્રિક વાહનો માટે ઉપલબ્ધ છે.
કલમ 80EEB હેઠળ મુક્તિ માટે પાત્ર બનવા માટે, નીચેની શરતો પૂરી કરવી આવશ્યક છે:
કોઈપણ વ્યક્તિ આ છૂટનો લાભ માત્ર એક જ વાર લઈ શકે છે. આનો અર્થ એ છે કે જે વ્યક્તિની પાસે અગાઉ ક્યારેય ઇલેક્ટ્રિક વાહન નથી તે જ કલમ 80EEB હેઠળ લોન મુક્તિ મેળવી શકે છે.
– આ ડિસ્કાઉન્ટ ફક્ત તે લોકો માટે છે જેઓ લોન પર ઇલેક્ટ્રિક વાહન ખરીદી રહ્યા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ માટે લોન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અથવા NBFC પાસેથી લેવી પડશે.
– ટેક્સમાં આ છૂટ બિઝનેસ માટે નહીં હોય. માત્ર વ્યક્તિ જ કર મુક્તિનો લાભ લઈ શકે છે.
1લી એપ્રિલ 2019 થી 31મી માર્ચ 2023 ની વચ્ચે ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માટે લોન પર ઈન્કમ ટેક્સ મુક્તિ મેળવી શકાય છે. કલમ 80EEB હેઠળ કર મુક્તિ નાણાકીય વર્ષ 2020-2021 થી લઈ શકાય છે.