જો તમે પણ પિઝાના ફેન છો અને Zomato અને Swiggy પરથી Domino’s Pizza ઓર્ડર કરો છો તો તમારા માટે એક મોટું અપડેટ છે. ડોમિનોઝ પિઝા આગામી દિવસોમાં સ્વિગી અને ઝોમેટોના પ્લેટફોર્મ પરથી પાછી ખેંચી શકે છે. ફૂડ ડિલિવરી ઓર્ડરિંગ પ્લેટફોર્મ દ્વારા લેવામાં આવતા કમિશનથી કંપની ઘણી નારાજ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, જો Zomato અને Swiggy ફરી કમિશન વધારશે તો ડોમિનોઝ પિઝા બનાવતી કંપની Jubilant FoodWorks આ પ્લેટફોર્મ્સથી પોતાને દૂર કરી શકે છે.
ડોમિનોઝ ઈન્ડિયા અનુસાર, તેમના કુલ બિઝનેસમાં 27% ઓર્ડર ઓનલાઈન આવે છે. આમાં કંપનીની પોતાની વેબસાઇટ અને મોબાઇલ એપ પરથી મળેલા ઓર્ડરનો સમાવેશ થાય છે. રોઇટર્સ અનુસાર, 19 જુલાઈના રોજ CCIને લખેલા તેના પત્રમાં, કંપનીએ કહ્યું, “જો કમિશન વધારવામાં આવે છે, તો જુબિલન્ટ તેના વ્યવસાયને ઑનલાઇન રેસ્ટોરન્ટમાંથી ઇન-હાઉસ ઓર્ડર સિસ્ટમમાં સ્થાનાંતરિત કરશે.”
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) એ CCIને હાઈ કમિશન, Zomato અને Swiggy પરના વર્તન જેવી ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલે પણ તપાસ ચાલી રહી છે. એવો આરોપ છે કે આ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ 20 થી 30 ટકા કમિશન વસૂલે છે. એક એક્ઝિક્યુટિવે રોઇટર્સને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઝોમેટો અને સ્વિગી દ્વારા વસૂલવામાં આવેલું કમિશન ડોમિનોઝ તેમજ અન્ય રેસ્ટોરન્ટ્સ માટે ચિંતાનો વિષય છે. અધિકારીના કહેવા પ્રમાણે, “જો કમિશન ફરી વધશે તો તેનો બોજ ઉપભોક્તા પર પડશે.”