નવી દિલ્હી: ભારતીય ગ્રાહકોને સફેદ રંગની કાર ખરીદવાનું સૌથી વધુ ગમે છે. 43 ટકા ગ્રાહકોએ 2018માં વ્હાઇટ કારની ખરીદી કરી છે. પેઇન્ટ ક્ષેત્ર જાયન્ટ કંપની બીએએસએફએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું. બીએએસએફની કોટિંગ વિભાગની ‘બીએએસએફ કલર રિપોર્ટ ફોર ઓટોમેટિવ ઓઈએમ કોટીંગ્સ’ રિપોર્ટ મુજબ ગયા વર્ષે સફેદ પછી ગ્રે અને સિલ્વરની ધૂમ રહી. 15 – 15 ટકા ખરીદીનારાઓએ આ રંગોને પસંદ કર્યા છે.
અન્ય લોકપ્રિય રંગોમાં, લાલ (9 ટકા), વાદળી (7 ટકા), જ્યારે કાળા રંગને ફક્ત 3 ટકા લોકો પસંદ કરી હતી. બીએએસએફના ડિઝાઇન વિભાગની મુખ્ય (એશિયા પ્રશાંત) ચિહારૂ મતસુહારાએ કહ્યું કે, સફેદ રંગની નાની કારો ભારતીય ગ્રાહકો વચ્ચે લોકપ્રિય રહી છે. ગ્રાહક ઉનાળાની મોસમને ધ્યાનમાં રાખતા સફેદ લેવાનું પસંદ કરે છે. કારણ કે, સરળતાથી ગરમ થતું નથી.
તેમણે કહ્યું હતું કે, તેનું બીજું કારણ સફેદ રંગનું ગ્રાહકો વચ્ચે પ્રભાવશાળી છબી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એસયુવી શ્રેણીમાં પણ સફેદ રંગનો દબદબો રહ્યો છે. 41 ટકા નવા ગ્રાહકોએ તેને પસંદ કરી છે. એક અહેવાલ મુજબ, 2018માં 33,94,756 એકમો પેસેન્જર વાહનનું વેચાણ થયું હતું 2017 માં 32,30614 એકમ કારનું વેચાણ થયું હતું.