નવી દિલ્હી: જો તમારી કાર ચોરાઈ ગઈ હોય અને તમે કારની સાથે આવતી ચાવીઓના ગુચ્છા પણ ગુમાવી દીધી હોય તો આને લીધે તમે મોટી મુશ્કેલીમાં આવી શકો છો, તમારા વાહન વીમાનો દાવો જોખમમાં આવી શકે છે. હકીકતમાં, વીમા કંપનીઓ આગ્રહ રાખે છે કે કાર માલિકોએ આવા કિસ્સામાં ચાવીનો ગુચ્છો પણ જમા કરાવવાનો રહેશે. જોકે, વીમા રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટીના નિયમો અનુસાર ચાવીઓ સબમિટ કરવાનું ફરજિયાત નથી. પરંતુ વીમા કંપનીઓ ગ્રાહકોની બેદરકારીને કારણે ચોરી થઈ નથી તેની ખાતરી કરવા માટે આવું કરે છે.
એસબીઆઇ જનરલ ઇન્શ્યોરન્સના હેડ (પ્રોડક્ટ ડેવલપમેન્ટ) પુનિત સાહનીએ જણાવ્યું હતું કે, “ચોરે વાહનને ચોરી કરવા કારના માલિકની ચાવીનો જ ઉપયોગ કર્યો હોય તેવું બની શકે છે.” એવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં માલિકે કારની ચાવી કારમાં જ છોડી દે છે અને આ કારણે તે કાર ચોરાઇ ગઈ હોય છે. આવા કિસ્સાઓમાં, ગ્રાહક અદાલતોએ પણ નિર્ણય લીધો છે કે, વીમા કરાર અનુસાર, વાહનને નુકસાન અથવા ચોરીથી બચાવવા માટે પગલાં લેવાની જવાબદારી કાર માલિકની છે. જો તે એમ ન કરે તો માલિકની બેદરકારી છે અને તેના કારણે વીમાના દાવાને રદ્દ કરવામાં આવી શકે છે.
પોલિસી જાર.કોમના ચીફ બિઝનેસ ઓફિસર (જનરલ ઈન્સ્યોરન્સ) તરૂણ માથુરે જણાવ્યું હતું કે, “જો તમે કાર સાથે આવતી બે કે ત્રણ ગુચ્છા જમા નહીં કરાવો તો તમારો દાવો રદ્દ થઇ શકે છે. દાવો નકલી છે કે નહીં તે ચેક્સવા માટે વીમા કંપનીઓ આ ચાવીઓના ગુચ્છા માગે છે. જો ગ્રાહક બધી ચાવીઓ સોંપી દે તો દાવો કરવાનું સરળ થઇ જશે. જો એક ચાવી ગુમ થયેલ હોય તો, દાવા અંગે કાર્યવાહી કરવો કે રદ્દ થવું એ તપાસ પર આધાર રાખે છે.
માથુરે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિએ અન્ય કોઈ રાજ્યમાં તે કારને વેચી હોય તો રજીસ્ટ્રેશન નંબરમાં ફેરફારને કારણે તે વાહનને શોધવાનું મુશ્કેલ બનશે. વિશિષ્ટ કિસ્સાઓમાં, વીમા કંપની વાહનના માલિકના અધિકારની ખાતરી કરતી પ્રાદેશિક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી પત્ર મેળવવા માટે કારના માલિકને કહી શકે છે. ગ્રાહક હોવાના નાતે જો તમને કારની એક ચાવી ન મળી હોય તો તે પોલીસમાં ફરિયાદ નોંધાવવી અને વીમા કંપનીને તેની ટેક રિસીપ મોકલવી સૌથી શ્રેષ્ઠ છે. સહાનીએ કહ્યું, ‘બીજો વિકલ્પ એ છે કે, ચાવી માટે વધારાનું વીમા કવર લેવામાં આવે. 5 લાખ રૂપિયાની કાર માટે પ્રતિ વર્ષ 200 રૂપિયાથી ઓછી રકમ હશે.’ જો એક ચાવી ખોવાયેલી હોય તો કારણ લોકને બદલવા માટે કાર માલિકોએ વીમા કંપનીનો સંપર્ક કરવો જોઈએ. જો કંપની લૉક બદલવા માટે ચુકવણી કરતી નથી, તો તે ચોરીની ઘટનામાં ગ્રાહકને જવાબદાર ઠેરવી શકે નહીં. જો તમે જૂની કાર ખરીદી રહ્યાં છો, તો ખાતરી કરો કે તમારી પાસે અસલી ચાવીઓ હોય. એક ચાવીવળી જૂની કારથી વીમા કંપનીને શંકા જાય છે. કંપનીના એક્ઝિક્યુટિવ્સના જણાવ્યા મુજબ, આ અસંગઠિત સેક્ટરમાંથી કાર ખરીદનારા ગ્રાહકો સાથે આ એક સામાન્ય સમસ્યા છે. સામાન્ય રીતે, સંગઠિત સાહસિકો ખરીદદારને સોંપવામાં આવેલી ચાવીઓની સંખ્યા વિશે દસ્તાવેજ બનાવે છે, જેનાથી વીમા કંપની માટે દાવો સરળ કરવાની પ્રક્રિયા સરળ બને છે.