નવી દિલ્હી : કારની ચોરીની ઘટના દિવસે દિવસે વધી રહી છે. જો તમારી પાસે પણ કાર છે, તો તમારે આવા બનાવો ટાળવા માટે કેટલીક બાબતોની કાળજી લેવાની જરૂર છે. જ્યારે કાર ચોરી થાય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ આવે છે. તે મહત્વપૂર્ણ છે કે તમે તમારી કાર ચોરોથી સુરક્ષિત રાખવા માટે કેટલીક ટિપ્સ ધ્યાનમાં લો. ચાલો કારની ચોરીને ટાળવા માટે ટીપ્સ જાણીએ :
આ ડિવાઇસ લગાવો –
તમારી કારમાં લોક, ગિયર લૉક, ઇગ્નીશન લોક, ડિક્કી લોક, એક્સ્ટ્રા ડોર લોક જેવા ડિવાઇસ લગાવો. આ ડિવાઇસ સસ્તામાં મળી જાય છે. એટની વિશેષતા એ પણ છે કે, તેને સરળતાથી લોક અને અનલોક કરી શકાય છે અને ઇન્સ્ટોલ કરવાનું પણ સરળ છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે, જે ગાડીઓમાં ગેર અને સ્ટેયરીંગ લોક હોય છે તેને ચોર હાથ લગાવતા નથી. કારણ કે, આ ડિવાઇસને ખોલવામાં કે તોડવામાં વધારે સમય લાગે છે. જેનાથી ચોર પકડાઈ શકે છે.
જીપીએસ ટ્રેકર લગાવો –
તમારી કારમાં જીપીએસ ટ્રેકિંગ ઉપકરણ ઇન્સ્ટોલ કરો આ સાથે, કારનું સ્થાન હંમેશાં શોધી શકાય છે. જીપીએસ ટ્રેકરને વી જગ્યાએ લગાવો કે તે સરળતાથી આવા ચોરોની નજરે ન પડે અને કારને લઈને દૂર પહોંચે તે પહેલા જ ઝડપાઇ જાય. છે, જેથી કાર ચોરી થઈ જાય ત્યારે ચોર તેને કારમાંથી દૂર કરશે નહીં.
એન્ટી થેફ્ટ ડિવાઇસ –
ગાડીમાં એન્ટી થેફ્ટ ડિવાઇસ જેમ કે, આલાર્મ સિસ્ટમ, સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમ, એન્જીન ઇમમોબીલાઈઝર સિસ્ટમ લગાવો.
ચાવી પર ધ્યાન આપો –
જો તમે કાર ઉભી રાખીને બહાર નીકળી રહ્યા છો તો ચાવીને ઇગ્નીશનમાં લગાવીને ક્યારેય છોડવી જોઈએ નહીં. ઘણીવાર લોકો આવું કરે છે. જે કાર ચોરીનું મોટું કારણ બને છે. આ ઉપરાંત ઘરમાં પણ ચાવી એવી સુરક્ષિત જગ્યાએ મુકો કે, જ્યાં હંમેશા તમારી નજર ફરતી હોય.
દરવાજા અને બારી હંમેશા લોક રાખો –
કાર પાર્કિંગ દરમિયાન, ખાતરી કરો કે તેના દરવાજા સુરક્ષિત રીતે લૉક છે અને વિન્ડોઝ / ગ્લાસ સંપૂર્ણપણે બંધ છે.
સુરક્ષિત જગ્યાએ પાર્ક કરો – કારને સુરક્ષિત રાખવા માટે, હંમેશાં તમારા વાહનને સલામત વિસ્તારમાં પાર્ક કરો. કોઈપણ સમયે કારને કોઈ નિર્જન વિસ્તારમાં પાર્ક કરવી જોઈએ નહીં. સીસીટીવી કેમેરા લાગેલા હોય કે પછી તે સ્થળે અવર – જ્વર શરુ હોય થવા ચોકીદારની વ્યવસ્થા હોય ત્યાં જ કાર પાર્ક કરવી જોઈએ.