નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ 25 જૂન, ગુરુવારે યસ બેંક (Yes Bank) કેસમાં બેંકના સ્થાપક રાણા કપૂર, તેના પરિવાર, દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ) ના પ્રમોટર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કપિલ અને ધીરજ વાધવન સામે ચાર્જશીટ ફાઈલ કરી છે.
લગભગ 100 પાનાની આ ચાર્જશીટમાં, DOiT અર્બન વેન્ચર્સ લિમિટેડ અને ડીએચએફએલ સાથે આ બધા લોકો પર પણ આરોપ મૂકવામાં આવ્યા છે.
શું છે મામલો
ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ 7 માર્ચે યસ બેંકના શંકાસ્પદ રીતે DHFL ને લોન આપવાના કેસમાં કેસ નોંધ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે યસ બેંકના સ્થાપક રાણા કપૂર અને ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવાન, ધીરાજ વાધવન વચ્ચે એક બીજાને ફાયદો પહોંચાડવાનો કેસ બને છે.