સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEની 10મી અને 12મી બોર્ડની પરીક્ષા બુધવાર, 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. CBSE ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી અને CBSE ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ દરમિયાન યોજાશે. ગુજરાત બોર્ડની પરીક્ષા 14મી માર્ચથી શરૂ થશે.
દેશભરમાં CBSE બોર્ડમાં ભણતા 38 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા બુધવારથી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં લગભગ 400 CBSE શાળાઓ કાર્યરત છે. જેમાંથી 1,60,000 થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાની શરૂઆતમાં વૈકલ્પિક પ્રકારનું પ્રશ્નપત્ર લેવામાં આવશે. જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન વગેરે મુખ્ય વિષયોની પરીક્ષા લેવામાં આવશે. 10મા ધોરણના વિદ્યાર્થીઓ પેઇન્ટિંગની પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12માં કોમર્સના વિદ્યાર્થીઓ આંત્રપ્રિન્યોરશિપની પરીક્ષા આપશે. આ પરીક્ષા સવારે 10.30 વાગ્યાથી શરૂ થઈ છે.