યોજના બનાવીને કાર્ય કરો
ચાણક્યના જણાવ્યા પ્રમાણે વ્યક્તિને કોઈ પણ કાર્ય કરવાથી પહેલા તેની કાર્ય યોજના જરૂર બનાવવી જોઈએ. ચાણક્યનું માનવું છે કે, જ્યારે વ્યક્તિ કાર્ય યોજના નથી બનાવતો ત્યા સુધી તેનાથી સફળતા દુર રહે છે. સફળતા માટે પહેલી શરત એ છે કે, યોજનાનું નિર્માણ છે. યોજનાનું નિર્માણ કર્યાં બાદ જ ક્રમબદ્ધ તેને પુરી મહેનતની સાથે અને ઈમાનદારી સાથે કામ કરવું જોઈએ.
આળસનો ત્યાગ કરો
સફળતામાં આળસ સૌથી મોટી બાધા છે. નોકરી અને વ્યવસાયમાં સફળ થવા માટે આળસને દુર ભગાવી દેવી જોઈએ. ચાણક્ય પ્રમઆણે આળસ કાર્યને કાલ ઉપર ટાળવાની પ્રવૃતિ પેદા કરે છે. જે કોઈ પણ કાર્યને સફળ થવામાં બાધારૂપ બની શકે છે. તે માટે આળસને ક્યારેય હાવી થવા ન દો.
નિયમ અપાવે છે કાર્યમાં સફળતા
ચાણક્ય પ્રમાણે કાર્યમાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે કોઈ વ્યક્તિ કઠોર નિયમોનું પાલન કરે છે. નોકરી અને વ્યવસાયમાં સફળતા નિયમો ઉપર નિર્ભર કરે છે. જો વ્યક્તિ પોતાના કાર્યો અને જવાબદારીઓને સમય ઉપર પુર્ણ કરે છે તો તેને સફળતા મળે છે.
સહયોગીનો સાથ લો, તેને પ્રોત્સાહીત કરો
ચાણક્ય પ્રમાણે મોટું કાર્ય કરવા માટે સહયોગીની આવશ્યકતા હોય છે. સહયોગી વિના કોઈ પણ મોટા કાર્યને કરી શકતા નથી માટે યોગ્ય અને નિષ્ઠાવાન સહયોગીઓને સદેવ પ્રોત્સાહન કરો અને તેને સારૂ કરવા માટે પ્રેરીત કરો.