લગ્નનો નિર્ણય લેતા પહેલા એકબીજાને યોગ્ય રીતે સમજવાની સાથે, તમારા પાર્ટનરની તે આદતો વિશે પણ જાણવું જરૂરી છે, જેની ચર્ચા ક્યારેય કરવામાં આવતી નથી. આમ ન કરવું એ એક ભૂલ છે જેને ઘણા લોકો હવે ટાળી રહ્યા છે. કપલને ન પૂછવાની ટેવ અને દેવુ મેનેજ કરવા અંગે તેમનો અભિપ્રાય જાણવો પણ જરૂરી છે.
જ્યારે પણ તમે લગ્ન કરવાનો વિચાર કરો છો ત્યારે તમારા મનમાં પહેલો વિચાર આવે છે કે તમારો પાર્ટનર પરફેક્ટ છે. તમે અને તમારા પરિવારના સભ્યો પાર્ટનર વિશે બધું જાણવા માટે દરેક સ્તરે તપાસ કરો. જ્યારે યુવતીઓએ તેમના લાઇફ પાર્ટનલ વિશે નિર્ણય લેતા પહેલા તેના પ્રોફેશન, પર્સનાલિટી, ફેમિલી બેકગ્રાઉન્ડ જેવી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ.વિદેશોમાં થઈ જાય છે છૂટાછેડાપુરૂષો તેમના લાઈફ પાર્ટનર એક્ટિવ, સ્માર્ટ, સુંદર અને સુશિલ વ્યવસ્થિત હોય તો વધુ પસંદ કરે છે. પરંતુ તે જ લોકો મોટાભાગે લગ્ન પહેલા તેમના ભાવિ જીવનસાથીની ફાઇનેન્શિયલ ડિસિપ્લિન જોવાનો પ્રયાસ કરતા નથી.
તમને જણાવી દઈએ કે વિદેશમાં ખરાબ ક્રેડિટ / CIBIL સ્કોરનાં આધારે લગ્ન તૂટી જાય છે.ફાઇનેન્શિયલ ટેવોને સમજવું જરૂરીઆવી સ્થિતિમાં લગ્ન કરવાનો નિર્ણય લેતા પહેલા એકબીજાની ખર્ચ કરવાની આદતો અને દેવું મેનેજ કરવાના વિશે જાણવું જરૂરી છે. એક કપલ તરીકે તમારે તમારી ક્રેડિટ હિસ્ટ્રી નિયમિતપણે તપાસવી જોઈએ. આ તમને ફાઇનાન્સ મોરચે તમે ક્યાં ઉભા છો તે જાણવામાં મદદ કરશે અને ભવિષ્ય માટે સાથે મળીને આયોજન કરવામાં મદદ કરશે.
કપલ તરીકે તમે એકબીજાને કેટલાક પ્રશ્નો પૂછો. ઉદાહરણ તરીકે શું તમે બંને આર્થિક રીતે સ્થિર છો? આ સિવાય શું તમે સમયસર લોન ચૂકવી રહ્યા છો કે તમારા પર દેવાનો બોજ છે? શું તમારી પાસે ક્રેડિટ કાર્ડનું બાકી છે ? આ પ્રશ્નોના એકબીદાને જવાબ આપવાથી રસ્તો સરળ બનશે અને તમે બેંક લોન લઈ શકશો.શું છે સિબિલ સ્કોર ?CIBIL સ્કોર તમારા ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (CIR) ના આધારે નક્કી કરવામાં આવે છે. આ રિપોર્ટમાં તમારા દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલી લોન અને ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ માહિતી હોય છે.
તમે તમારી લોનની ઈએમઆઈ (EMI), ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ અને બિલ કેવી રીતે ચૂકવો છો. આ સંપૂર્ણ વિશ્લેષણના આધારે તમારો ક્રેડિટ સ્કોર જનરેટ થાય છે. તમારો CIBIL (ક્રેડિટ સ્કોર) કેટલો છે, તમે માત્ર 5 મિનિટમાં સરળતાથી જાણી શકો છો. તેના માટે તમે કેટલીક વેબસાઈટ અને એપ્સની મદદ લઈ શકો છો.