સરકાર દ્વારા કોરોના વાયરસ ની મહામારી ના કપરા સમયે ઉધોગો ને ઝોન મુજબ ગાઈડ લાઈન ના પાલન સાથે ઉધોગો શરુ કરવાની પરવાનગી આપવાની શરુ કરવામાં આવી હતી. જેમાં આવા ઉધોગો નગર પાલિકાનીહદ ની બહાર હોવું જરૂરી છે. નગર પાલિકાની હદ માં આવેલા કારખાના કે ફેક્ટરીઓ ને પરવાનગી આપવામાં આવશે નહીં તેમ જણાવવામાં આવ્યું હતું . છોટાઉદેપુર જિલ્લા માં પણ નગર પાલિકા ની હદ બહારની ડોલોમાઈટ ફેક્ટરી ઓ ને જરૂરી ગાઈડ લાઈનના પાલન સાથે પરવાનગી આપવામાં આવી છે. પરંતુ નગર પાલિકા ની હદ માં આવેલા બે – ત્રણ કારખાનાઓ ને પણ પરવાનગી આપી દેવાતા અને તેમણે કારખાનાઓ શરુ કરી દેવાતા આશ્ચ્રર્ય ફેલાયું હતું. જયારે નગર પાલિકા ની હદ માં આવેલા ફેકટરી માલિકો દ્વારા પરવાનગી માંગતા તેમને પરવાનગી ના અપાતા જિલ્લા વહીવટી તંત્ર ની બેધારી નીતિ ની ફેક્ટરી માલિકો માં ચર્ચા ઓ શરુ થઇ હતી. મિનરલ મર્ચન્ટ એશોશિએશન ના પ્રમુખ દ્વારા કારખાનાઓમાં તૈયાર માલ વેચવા દેવાની રજુઆત કરવામાં આવી હતી. નગર પાલિકા ની હદ માં આવેલા ફેક્ટરીઓ ના માલિકો એ જણાવ્યું હતું કે આ અછત ના સમયમાં અમારા ગ્રાહકો બીજા કારખાનેદારો પાસેથી માલ લઇ અમારા અગાઉના બાકી લાખો રૂપિયા માટે અમોને રડાવશે. પરવાનગી વગર અમે પ્રોડક્શન કરી નથી શકતા અને ગોડાઉન માં તૈયાર માલ પણ વેચવાની જિલ્લાનું વહીવટી તંત્ર મંજૂરી નથી આપતું જેથી આવા કપરા સમયમાં આવા ફેક્ટરી માલિકોને મોટું નુકશાન વેઠવાનો વારો આવશે….