‘કેન્ટકી બાયોપ્રોસેસિંગ’ નામની બ્રિટિશ-અમેરિકન કંપનીએ તમાકુથી કોરોનાવાઈરસની વેક્સીન બનાવવાનો દાવો કર્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, મનુષ્ય પર વેક્સીનનું ટ્રાયલ આવતા મહિને શરૂ થશે. દાવો કરવામાં આવ્યો છે કે, બીજી ટેક્નિકની સરખામણીએ અમે જે ટેક્નિકથી દવા બનાવી રહ્યા છીએ તેનાથી ઓછા સમયમાં વધારે વેક્સીન તૈયાર કરી શકાય છે. વેક્સીનને કેન્ટકી બાયોપ્રોસેસિંગ કંપનીએ તૈયાર કરી છે તેને તૈયાર કરવામાં તમાકુના છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ વેક્સીન સુરક્ષિત સાબિત થશે કેમ કે, તમાકુના છોડ મનુષ્યમાં થતી કોઈપણ બીમારીના વાહક નથી હોતા. કંપનીના જણાવ્યા પ્રમાણે, વેક્સીનમાં સામેલ તત્ત્વ તમાકુના છોડમાં સરળતાથી અને ઝડપથી મળી જાય છે.
કંપનીની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, અમે કોરોનાવાઈરસને એક કૃત્રિમ રૂપે તૈયાર કર્યો. તેને તમાકુના પાંદડાંમાં છોડવામાં આવ્યો જેથી તે પોતાની સંખ્યા વધારી શકે જ્યારે તે પાંદડા કાપવામાં આવ્યા તો તેમાં સંક્રમણ જોવા ન મળ્યું કે ન વાઈરસ જોવા મળ્યો. આ વેક્સીનને રૂમ ટેમ્પરેચર પર તૈયાર કરવામાં આવી છે, એટલા માટે તેને બીજી વેક્સીનની જેમ ફ્રિજ અથવા વધારે ઠંડા તાપમાન પર સ્ટોર કરવાની જરૂર નથી. તેનો સિંગલ ડોઝ ઈમ્યુન સિસ્ટમ પર અસરકારક સાબિત થાય છે. કંપનીનો દાવો છે કે, વેક્સીનનું પ્રી-ક્લિનિકલ ટ્રાયલ એપ્રિલમાં કરવામાં આવ્યું હતું અને પરિણામ હકારાત્મક આવ્યું હતું. ત્યારબાદ મનુષ્ય પર ટ્રાયલના પહેલા તબક્કાની તૈયારી શરૂ કરવામાં આવી હતી.