અત્યારે યંગસ્ટર્સમાં ટેટૂનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. પરંતુ ફ્રાંસના ગ્રેનોબલનાં યુરોપિયન સિંક્રોટ્રોન રેડિએશન ફેસિલિટીના વેજ્ઞાનિકોને ટેટુ બનાવ્યું હોય તે લોકોમાં લિમ્ફ નોડમાં ક્રોમિયમ મેટલ્સ મળ્યું હતું. રિસર્ચમાં એ પણ સામે આવ્યું હતું કે, ધાતુઓ શરીરમાં ઘણી રીતે સમસ્યાઓ ઉભી કરે છે.
તાજેતરમાં એક રિસર્ચ સામે આવ્યું જેમાં વેજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, કલર ટેટુ તમારા લિમ્ફ નોડ્સમાં ભારે કેમિકલ્સને લિક કરી શકે છે અને શરીરમાં એલર્જી પેદા કરી શકે છે. આ રિસર્ચ બાદ એ સાબિત થયું કે, ટેટુ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સોયથી નાના-નાના મેટલના કણ તમારી સ્કિનમાં પ્રવેશ કરે છે અને લિમ્ફ નોડ્સમાં વહે છે તેનાથી તમને ઘણા પ્રકારની એલર્જી થઈ શકે છે. ખાસ વાત એ છે કે આ પ્રકારની એલર્જીની ટ્રીટમેંટ પણ સરળ નથી.
લિમ્ફ નોડમાં મળી આવ્યા કેમિકલ્સ
લિમ્ફ નોડ(રોગપ્રતિકારક શક્તિનો એક ભાગ) એક ભાગ છે, જેમાં મેટલ્સના નાના કણો મળી આવ્યા હતા. આ રિસર્ચ 850 લોકો પર કરવામાં આવ્યું હતું. ફ્રાંસના ગ્રેનોબલમાં યૂરોપિયન સિંક્રોટ્રોન રેડિયેશન ફેસિલિટીના વેજ્ઞાનિકોને ટેટુવાળા લોકો લિમ્ફ નોડમાં ક્રોમિયન ધાતુ મળી હતી. આ ધાતુઓ એલર્જી પેદા કરે છે. હકીકતમાં ટેટુ બનાવવા માટે કલર વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ધાતું હોય છે. આ મેટલ્સ સોયથી બોડીમાં પ્રવેશે છે. હકીકતમાં તેમાં સફેદ કલરની શાહીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ટાઈટેનિયમ ડાઈઓક્સાઈડ કેહેવામાં આવે છે અને તેને હંમેશા બ્લૂ, ગ્રીન અને રેડ જેવા બ્રાઈટ કલરથી મિશ્રિત કરવામાં આવે છે.
સોય દ્વારા અંદર પહોંચે છે મેટલ્સના કણ
ઈએસઆરએફના વેજ્ઞાનિક ઈનેસ શ્રાઈવરના જણાવ્યા અનુસાર, ટેટુમાં ઉપયોગ થતા આર્યન, ક્રોમિયમ અને શાહીના કલરની વચ્ચેનો સંબંધ શોધવા અમે ઘણા પ્રયોગો કર્યા છે, ત્યારબાદ અમને અહેસાસ થયો કે સોયથી નાની-નાની ધાતુઓના કણ ત્વચામાં પ્રવેશ કરે છે અને લિમ્ફ નોડમાં વહે છે અને તેનાથી એલર્જી પેદા થાય છે.