પ્રખ્યાત કોમેડિયન અને ફિલ્મ એક્ટર રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવના પરિવારે દાવો કર્યો છે કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પરિવારજનોએ જણાવ્યું કે તેઓ ફરી હોશમાં આવી ગયા છે. હૃદયરોગના હુમલા બાદ તેમની દિલ્હીની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. પરિવારે દાવો કર્યો છે કે હાર્ટ એટેક બાદ રાજુએ પહેલીવાર આંખો ખોલી છે.
