છેલ્લા ત્રણ મહિનાથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ઘટી રહેલી આવકના કારણો શોધવા અને આવક વધારવા માટે શું કરવું તે નક્કી કરવા માટે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી કમિટીમાં વેપારીઓના એક પણ પ્રતિનિધિ ને સૃથાન આપવામાં આવ્યું નથી. આમ ગ્રાઉન્ડ લેવલ રિયાલિટીને ન સમજી શકતાં અિધકારીઓની આ કમિટી તરફથી જીએસટીની ઘટતી આવકનો ઉકેલ મેળવવાની કવાયત મિથ્યા સાબિત થવાની સંભાવના વધારે છે.
જીએસટીના નિષ્ણતો મજાક કરતાં કહે છે કે કાયદો કરવામાં ભૂલ કરનારા અિધકારીઓને જ કાયદાની ક્ષતિ શોધી સુધારવાની જવાબદારી સોંપવામાં આવી રહી છે. આ કમિટિમાં જ્યાં સુધી જીએસટીનો અમલ કરવામાં તકલીફનો સામનો કરી રહેલા વેપારીઓને અને અન્ય નિષ્ણાત સ્ટેક હોલ્ડર્સને સૃથાન આપવામાં ન આવે ત્યાં સુધી પરિસિૃથતિમાં સુધારો આવી શકે તેમ જણાતું નથી. વેપારીની તકલીફો દૂર કરવામાં આવશે તો જ જીએસટીની આવક વ્યવસિૃથત રીતે થશે. અિધકારીઓની આ કમિટી વેપારીઓને કઈ તકલીફો પડી રહી છે અને તેનો ઉકેલ લાવીને સરકારની આવક કેવી રીતે વધારવી તેના પર કદાચ ફોકસ કરી શકશે નહિ. કારણ કે આ કમિટીમાં વેપારીઓનો એક પણ પ્રતિનિધિ રાખવામાં આવ્યો નથી.
પરિણામે વેપારીઓને ક્યાં અને કેવી અને કેટલી તકલીફો પડે છે તેનો અંદાજ અિધકારીઓની કમિટી મેળવી શકે નહિ તેવી પણ શક્યતા રહેલી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જીએસટીની આવક રૂા. 1 લાખ કરોડથી ઓછી રહી ત્યારબાદ જ આ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટિમાં રાજ્ય સરકારને ઇચ્છા હોય તો તેમના પ્રતિનિિધને મૂકી શકે છે.
આ કમિટિમાં સભ્ય બનેલા અિધકારીઓ દેશભરના રાજ્યના જીએસટી કમિશનરો સાથે ચર્ચા કરી રહ્યા છે. વિડિયો કોન્ફરન્સનો દોર ચાલુ છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ રિયાલિટી સુધી તેઓ પહોંચશે કે કેમ તે એક મોટો સવાલ છે.
કેન્દ્ર સરકારની જીએસટીની આવક ઘટવાનું કારણ સરકારનું મિસમેનેજમેન્ટ છે. જીએસટીના દર ઘટાડવામાં સમતુલા જાળવી શકાઈ નથી. ગુડ્સનું રૂા. 20 લાખનું ટર્નઓવર ધરાવનારાઓને બદલે રૂા.40 લાખનું ટર્નઓવર ધરાવનારાઓને જ રજિસ્ટ્રેશન લેવાની ફરજ પાડીને સરકારે મોટી ભૂલ કરી છે. તેમ જ બોગસ બિલિંગની સમસ્યાને નાથવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. તદુપરાંત ઇન્વોઈસ મેચિંગની સિસ્ટમ સરકાર વ્યવસિૃથત અમલમાં મૂકી શકી નથી. વેટમાં જે શક્ય હતું તે જીએસટીમાં શક્ય નથી બનતું.
કારણ કે ખરીદનાર અને વેચનાર વેપારીના રિટર્ન ભરવાની તારીખ અલગ આવે તો તેમાં ઇન્વોઈસ મેચિંગ થતાં જ નથી. તેથી સામા વેપારી પાસે તેનો જીએસટી ભરાવી લેવાય છે. તેથી જીએસટીની મહિને રૂા.1.5 લાખ કરોડની આવક કરવાના લક્ષ્યાંકની નજીક પણ સરકાર ફરકી શકતી નથી. ઈ-વે બિલમાં થતાં સેટિંગ પણ તેમાં ગાબડાં પાડી રહ્યા છે.